-50 જાણીતા વકીલો-જજને આમંત્રણ અપાયા
રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણિય બેંચમાં સામેલ રહેલા 5 જજ હવે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીની ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કર્યું હતું. આ ઉપરાંત પૂર્વ CJI એસએ બોબડે, હાલના CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર પણ બેંચનો ભાગ હતા.
- Advertisement -
લો ટુડેના રિપોર્ટ મુજબ દેશભરના જાણીતા 50 વકીલો તેમજ જજોએ પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં બોલાવવામાં આવ્યા છે. જેમાં અનેક પૂર્વ ચીફ જસ્ટિસ અને જાણીતા વકીલ પણ સામેલ છે.ખાસ કરીને 9 નવેમ્બર, 2019નાં રોજ રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર જજની હાજરી મહત્વની રહેશે. કોર્ટે વિવાદિત ભૂમિનો સંપૂર્ણ ભાગ રામલલા બિરાજમાનને આપવાનો ચુકાદો આપ્યો હતો.
આ ઉપરાંત મુસ્લિમ પક્ષને અયોધ્યામાં બીજી જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ બનાવવા આપવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષનો દાવો હતો કે અયોધ્યામાં જે જગ્યાએ બાબરી મસ્જિદ હતી ત્યાં જ ભગવાન રામનો જન્મ થયો હતો. બાબરી મસ્જિદ ત્યાં રહેલા પ્રાચીન રામ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. એવામાં તે જ જગ્યાએ જ રામ મંદિર બનવું જોઈએ. કોર્ટે આ દાવાને યોગ્ય ગણાવ્યો હતો.