દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે રાજધાની દિલ્હી અને તેની પાસેના NCRમાં ન્યૂઝ ક્લિક વેબસાઇટના પત્રકારોના રહેઠાણ પર રેડ પાડી હતી. આ કાર્યવાહી ફોરેન ફંડિગ કેસમાં UAPA હેઠળ કરવામાં આવી રહી છે. સ્પેશ્યલ સેલએ આજે સવારે એક સાથે દિલ્હી, નોયડા, ગાઝિયાબાદમાં રેડ પાડી છે. ઉલ્લેખનીય છે કે રેડની કાર્યવાહી 30થી વધારે સ્થળે એક સાથે ચાલી રહી છે. આ દરમ્યાન કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેને સ્પેશ્યલ સેલ સાથે લઇ ગયા છે.
રેડ દરમ્યાન દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલએ કેટલાક ઇલેકટ્રોનિક્સ એવિડન્સ જેવા કે લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. એના સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા લેવામાં આવ્યો છે. કેટલીય ફાઇલો કબ્જે કરી છે. દિલ્હી પોલીસના આ એક્શનની જાણકારી પત્રકાર અભિસાર શર્માએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે, તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસ તેમના ઘરેથી લેપટોપ અને ફોન લઇ ગઇ છે.
- Advertisement -
Delhi Police’s ongoing raids at different premises linked to NewsClick are based on a case registered on 17th August under UAPA and other sections of IPC. Case registered under sections of UAPA, 153A of IPC (promoting enmity between two groups), 120B of IPC (Criminal conspiracy):… pic.twitter.com/WpMGKrMHBr
— ANI (@ANI) October 3, 2023
- Advertisement -
UAPA હેઠળ ચાલી રહેલી આ રેડમાં સ્પેશઅયલ સેલના 100થી વધારે પોલીસ કર્મચારીનો સમાવેશ કર્યો છે. રેડ દરમ્યાન સ્પેશ્યલ સેલની સાથે અર્ધસૈનિક દળના જવાનો પણ હાજર છે. અર્ધસૈનિક દળોના જવાન સુરક્ષાના લિહાઝની સાથે છએ. રેડ પૂર્ણ થયા પછી દિલ્હી પોલીસની તરફથી પ્રેસ કોન્ફરન્સ થઇ શકે છે. હાલ તો બધા સિનિયર ઓફિસરને રેડ પર ફોક્સ કરવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની રેડ 17 ઓગસ્ટના UAPA અને આઇપીસીની બીજી કલમો હેઠળ કરવામાં આવી રહી છે. જે એફઆઇઆરમાં બે સમૂહોની વચ્ચેની દુશ્મનીને પ્રોત્સાહન આપવા અને અપરાધિક ષડયંત્ર રચવા માટેની કલમ તોડી છે.
#WATCH | NewsClick writer Urmilesh seen with the officials of Delhi Police Special Cell.
Delhi Police is conducting raids at different premises linked to NewsClick under UAPA and other sections. pic.twitter.com/lfmvq3F1FW
— ANI (@ANI) October 3, 2023
ઇડીના ઇનપુટના આધાર પર એકશન
મળેલી માહિતી મુજબ, દિલ્હી પોલીસે એક નવો કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસના આ ઇનપુટના આધાર પર એકશન લઇ રહ્યા છે, જે ઇડીની સાથે સંકળાયેલી છે. ઇડીની તપાસમાં 3 વર્ષની અંદર 38.05 કરોડ રૂપિયાના ફેક વિદેશી ફંડનો ખુલાસો કર્યો હતો. આ પૈસા ગૌતમ નવલખા અને તીસ્તા સીતલવાડના સહયોગીઓની સામે કેટલાક પત્રકારોને આપી હતી.
ચીની કંપનીઓથી ફંડિંગ મળવાનો કેસ
વર્ષ 2021માં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ન્યૂઝક્લિકમાં મળેલી ગેરકાનુની ફંડિંગને લઇને કેસ દાખલ કર્યો હતો. આ સંદિગ્ધ ચીની કંપનીઓના માધ્યમથી ન્યૂઝક્લિકને મળી હતી, ત્યાર પછી ઇડીએ કેસ દાખલ કરીને તાપસ શરૂ કરી હતી, જો કે હાઇકોર્ટએ આ વખતે ન્યૂઝક્લિકના પ્રમોટરોને ધરપકડથી રાહત આપી હતી.