ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આજે હનુમાન જયંતીની પૂરા ભાવ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં દાતાર બાપુના શિષ્ય કમાલસા બાપુ યાને જમન જતી મહારાજની આજે હનુમાન જયંતીના પાવન દિવસે જમન જતી મહારાજની મજારને ચાદર ચડાવાય હતી અને તેની પૂજા વિધિ કરાયહતી મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આજે હનુમાન જયંતી નિમિત્તે જમન જતી મહારાજની વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી અને ભાવિકોએ જમન જતી મહારાજના દર્શન કરી અને ધન્ય બન્યા હતા આ તકે જગ્યા ખાતે પધારેલા ભાવિકો માટે વિશેષ ભોજન મહાપ્રસાદનું પણ અનેરું આયોજન કરવામાં આવ્યું હતું.અને દાતાર ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
જૂનાગઢ ઉપલા દાતાર ખાતે હનુમાન જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી
