વંથલી તાલુકાના શાપુર (સોરઠ )ખાતે આવેલ શ્રી ભયંકરનાથ મંદીરે તા.8 માર્ચ શુક્રવાર મહા શિવરાત્રીના દિવસે વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાશે ત્યારે શાપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ ભયંકરનાથ મહાદેવ મંદિરના મહંત લલીત બાપુએ જણાવ્યું હતું કે, મહા શિવરાત્રીના પાવન દીવસે મહાદેવ મંદિરે સવારે 6 વાગ્યે કાલ આરતી, 8 કલાકે લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ, મધ્યાન આરતી અને થાળ બપોરે 12 વાગ્યે અને બે વાગ્યા સુધી ફરાળ પ્રસાદનું અયોજન સાથે સાંજે 4 વાગ્યે બટુક ભોજન અને સાંજે 7 કલાકે સાંધ્ય આરતી અને રાત્રે 9 થી 12 હરિનામ કીર્તન તેમજ રાત્રીના 12 કલાકે મહા શિવરાત્રી આરતી કરવામાં આવશે અને આ ધાર્મીક અવસરે દરેક ધર્મપ્રેમી લોકોએ લાભ લેવા મંદિરના પુજારીએ અનુરોધ કર્યો છે.
શાપુર ખાતે મહાશિવરાત્રીના દિવસે ભયંકરનાથ મંદીરે વિશેષ આયોજન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/03/વંથલી-શાપુર-સોરઠ-ખાતે-મહા-શિવરાત્રીના-દિવસે-ભયંકરનાથ-મંદીરે-વિશેષ-આયોજન.jpg)
Follow US
Find US on Social Medias