ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ ખાતે પ્રતિવર્ષ કાઠી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો ઉતારો તથા અન્નક્ષેત્ર શેરનાથબાપુ આશ્રમ જૂનાગઢ પાસે ભીખુભાઇ રવીયા અને મનુભાઇ રવીયા દ્વારા શરૂ કરાયું છે. જેમા પરસોત્તમભાઇ મહેતા, મગનભાઇ પુરોહીત અને ધર્મભક્તિ કેટરસવાળા જગદીશભાઇ મહેતા દિવસ-રાત સેવા આપી રહ્યા છે. ત્યારે ગત રાત્રે એસપી હર્ષદ મહેતાએ રાજગોર સમાજના ઉતારાની મુલાકાત લીધી હતી. ત્યારે રાજગોર સમાજના આગેવાનોએ એસપીને આવકારીને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.