જિલ્લા પોલીસને એલર્ટ રહી પેટ્રોલિંગ કરી લોકોની વહારે રહેવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અતિ ભારેથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વહીવટી તંત્રની સાથે જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા અને પોલીસ અધિકારીઓ અને કર્મચારી અસરગ્રસ્તોની વહારે આવ્યા છે.
- Advertisement -
જિલ્લામાં પડતા ભારે વરસાદને કારણે ઘણા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા જિલ્લા પોલીસ અધીક્ષક હર્ષદ મહેતાદ્વારા માણાવદર વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લીધેલ હતી જેમાં જરૂરિયાત મુજબના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત રાખવા અને જરૂરિયાત મંદ લોકોને, મદદ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી આમ ભારે વરસાદમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અનેક તાલુકામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે.તેની સાથે જે ઘરોમાં પાણી ઘુસી જવાની સમસ્યા હોઈ તેવા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરીને લોકોને સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ રહી છે.