તેલુગુ સુપરસ્ટાર અને મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેને સોમવારે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે વહેલી સવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેની (Krishna Ghattamaneni)નું નિધન થયું છે. મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેની જાણીતા તેલુગુ અભિનેતા હતા. તેઓ સુપરસ્ટાર ક્રિષ્ના તરીકે જાણીતા હતા. 79 વર્ષની વયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ અભિનેતાને ગુમાવ્યા છે. હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.
- Advertisement -
મહેશ બાબુના પિતાનું અવસાન
ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીને સોમવારે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના ફિલ્મ ઉદ્યોગમાં 5 વર્ષના યોગદાનને યાદ કર્યું. મહેશ બાબુના પિતાના નિધનના સમાચાર સાંભળીને ચાહકો ભાવુક થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ દિગ્ગજ અભિનેતાને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના નિધનના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ દિગ્ગજ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Here's to the love of learning and growing each day! Thanking my father who taught me to love, to be strong, to have discipline, compassion and humility. Will always be indebted to him and to everyone who's helped me learn and evolve in my journey. #TeachersDay pic.twitter.com/xZTSiGpsYk
— Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2021
- Advertisement -
2 મહિના પહેલા જ માતાનું થયું હતું અવસાન
મહેશ બાબુના પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. મહેશ બાબુના માતાનું 2 મહિના પહેલા જ નિધન થયું હતું. હવે અભિનેતાના માથા પરથી પિતાનો પડછાયો ઊઠી ગયો છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ઘણીવાર પિતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. પરંતુ હવે માતા-પિતાની આ તસવીરો અને યાદો જ છે જે મહેશ બાબુ સાથે જીવનભર રહેશે.
કોણ હતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેની?
મહેશ બાબુના પિતાનું તેલુગુ સિનેમામાં ઘણું મોટું કદ હતું. તેઓ સુપર સ્ટાર ક્રિષ્ના તરીકે જાણીતા હતા. તેઓ અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર હોવાની સાથે રાજકારણી પણ હતા. તેઓ તેમની 5 દાયકાની કારકિર્દીમાં લગભગ 350 ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓને સુપરસ્ટારનો ખિતાબ મળ્યો હતો. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત નાની ભૂમિકાઓથી કરી હતી. તેમણે 1961માં અભિનયની શરૂઆત કરી હતી. લીડ એક્ટર તરીકે તેઓ 1965માં આવેલી ફિલ્મ ‘Thene Manasulu’માં જોવા મળ્યા હતા. પોતાના કામથી તેમણે લોકોના દિલ જીતી લીધા અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટારનો દરજ્જો હાંસલ કર્યો.
ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીએ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન ઇન્દિરા સાથે અને બીજા વિજય નિર્મલા સાથે. ઈન્દિરાથી તેમના પાંચ બાળકો છે. તેમાં બે દીકરા અને ત્રણ દિકરીઓ છે. દીકરા રમેશ બાબુ અને મહેશ બાબુ છે. બંને ભાઈઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. માત્ર ઘાટ્ટાંમાણેની જ નહીં, તેમની બંને પત્નીઓ પણ હવે આ દુનિયામાં નથી.