યુરોપિયન યુનિયનનું માનવું છે કે, તેનાથી ગ્રાહકોને સરળતા રહેશે, તેમના પૈસા બચશે તથા દેશમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઘટાડવામાં પણ મદદ મળશે
યુરોપિયન યુનિયને વિશ્વની દિગ્ગજ સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલને ભારે મોટો આંચકો આપ્યો છે. યુરોપિયન યુનિયનના (ઊઞ) દેશ અને સાંસદો મંગળવારના રોજ મોબાઈલ ફોન, ટેબલેટ અને કેમેરા માટે સિંગલ ચાર્જિંગ પોર્ટ મુદ્દે સહમત થયા હતા. આ કારણે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બનાવતી આાહય સહિતની તમામ કંપનીઓએ વર્ષ 2024 સુધી યુરોપમાં વેચાણ માટેના તમામ શઙવજ્ઞક્ષયત પરનું કનેક્ટર બદલવું પડશે. મતલબ કે, ડિવાઈસ મેન્યુફેક્ચર્સે વર્ષ 2024 સુધી નવી શરતોનું પાલન કરવું પડશે. યુરોપિયન યુનિયનના કમિશનર થિએરી બ્રેટને આ અંગેની જાણકારી આપતી ટ્વિટમાં લખ્યું હતું કે, ’અમે ઈજ્ઞળળજ્ઞક્ષઈવફલિયિ’ પર એક ડીલ કરી છે. યુરોપિયન યુનિયનનું માનવું છે કે, તેનાથી ગ્રાહકોને સરળતા રહેશે, તેમના પૈસા બચશે.