સોનલ શાહ આંગળીના ટેરવે ઉપાડી શકાય તેવા મિનિએચર ફૂડ યુટ્યુબમાં લાઈવ બનાવે છે
છેલ્લા કેટલાક સમયથી યૂ-ટ્યૂબ પર મીનીએચર ફૂડનો ટ્રેન્ડ વધ્યો છે. મીનીએચર કૂકીંગ એક જાપાનીઝ આર્ટ છે. આ મીનીએચર ફૂડ એ પ્રાકૃતિક વાનગીના મૂળ સ્વરૂપ કરતા ખૂબ નાની સાઈઝના હોય છે જેમાં નાનું રસોડું, નાના રસોઇના વાસણો હોય છે જેને તમે આંગળીના ટેળવે ઉપાડી શકો છે. આ કલાને લોકો અને ખાસ કરીને બાળકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે ત્યારે મોરબીનાં સોનલબેન શાહ મીનીએચર ફૂડ બનાવવામાં સારી એવી પ્રવિણતા ધરાવે છે. સોનલબેન કુકિંગ એક્સપર્ટ તો છે જ પરંતુ તેમની સાથે તેઓ રોટરી ક્લબ ઓફ મોરબીનાં પ્રમુખ તરીકે ફરજ નિભાવીને સામાજીક કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહેતા હોય છે. મીનીએચર ફૂડની જો વાત કરવામાં આવે તો, મીનીએચર ફૂડ બે પ્રકારમાં બનાવવામાં આવે છે ખાદ્ય અને અખાદ્ય. અખાધ મીનીએચર કૂડને માટી અને રેઝીન જેવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે ખાદ્ય મીનીએચર ખોરાક કરતા સામાન્ય ગણાય છે પરંતુ ખાદ્ય
- Advertisement -

રોટરી ક્લબ ઓફ મોરબીનાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા સોનલ શાહ સામાજીક કાર્યોમાં પણ અગ્રેસર
મીનીએચર વાનગીઓને મૂળ ખાદ્ય પદાર્થોમાંથી બનાવવામાં આવે છે અને આ પ્રકારના મીનીએચરમાં ઘટકો મર્યાદીત માત્રામાં હોય છે. સોનલબેનના જણાવ્યા મુજબ તેઓને નાનપણથી જ મીનીએચર ફૂડનો ખૂબ શોખ હતો પરંતુ તેઓને આવડતું ન હતું અને ત્યારે સોશિયલ મીડિયા પણ ન હતું એટલે તેઓ શીખી પણ નહોતા શકતા. તેઓ નાનપણથી જ મીનીએચર કૂકિંગની અલગ અલગ વસ્તુઓનું કલેક્શન કરતા હતી. અંતે સમય જતા વિદેશ જવાનું થતું અને આફિક્રા સહિતના દેશોમાંથી તેઓ મીનીએચર ફૂડના કલેક્શન અહીં લઈ આવતા હતા અને ત્યારબાદ 2021 થી તેઓએ મીનીએચર ફૂડ બનાવવાની શરૂઆત કરી હતી અને તેઓએ યુટ્યુબમાં ઝશક્ષુ જવશક્ષુ ખશક્ષશફિીંયિ ઈજ્ઞજ્ઞસશક્ષલ ના નામથી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જેમાં તેઓ લાઈવ મીનીએચર ફૂડ બનાવે છે.
- Advertisement -

નાની સાઈઝ માટે શાકભાજી ઘરે ઉગાડવામાં આવે છે, દરેક વિડીયોમાં અલગ-અલગ મિનિ રસોડાનું સેટ અપ !
સોનલબેન મીનીએચર ફૂડ તૈયાર કરવા માટે જરૂરિયાત મુજબની તમામ વસ્તુ ઘરે બનાવે કરે છે જેમાં તેઓ નાના શાકભાજી માટે ઘરે જ વાવેતર કરીને મીનીએચર ફૂડ બનાવવામાં શાકભાજીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સોનલબેન પોતાની યુટ્યુબ ચેનલ પર મીનીએચર કુકિંગના અલગ અલગ લાઈવ વિડિયો અપલોડ કરે છે જેમાં તમામ વીડિયોમાં અલગ અલગ મીની રસોડાનું સેટઅપ ગોઠવે છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

બાળકોને મિનિએચર કુકિંગ તરફ આકર્ષિત કરવાનો મારો મુખ્ય હેતુ : સોનલબેન
સોનલબેન આ મીનીએચર કૂડ બનાવવા માટે રમકડાના મિક્ષ્ચર, ગ્રાઈન્ડર, ઓવન, ફ્રીઝ વગેરે લઈને તેમાં ઓરીજીનલ સર્કીટ ફીટ કરીને જાતે રાંધવા માટેના મશીન બનાવે છે. સોનલબેનનો આ વીડિયો બનાવવાનો મુખ્ય હેતુ બાળકોને મીનીએચર ફૂડના કુકિંગ તરફ આકર્ષિત કરવાનો છે. બાળકોમાં કુકિંગ માટે રુચી વધે તે માટે ખાસ આ વીડિયોઝ બનાવવામાં આવે છે. સોનલબેનના મત મુજબ, મીનીએચર ફૂડની ડિમાન્ડ ગુજરાતમાં અત્યારે ઓછી છે, પરંતુ થોડા સમય બાદ તેની ડિમાન્ડ વધી શકે છે. હવે લોકો અને ખાસ કરીને બાળકો આવા મીનીએચર ફૂડ તરફ આકર્ષાઈ રહ્યા છે. હાલ આ મીનીએચર ફૂડના મોડલ્સને ઘરે રાખવાનું પણ લોકો પસંદ કરી રહ્યા છે.



