2025નું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ થશે. જ્યારે તે વિશ્વના કેટલાક ભાગોમાં દેખાશે
પિતૃપક્ષનું સમાપન અને નવરાત્રિનો આરંભ ગ્રહણકાળમાં થવા જઈ રહ્યો છે. પાંચ દિવસ બાદ એટલે કે 21મી સપ્ટેમ્બરના આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, સૂતક કાળ માન્ય રહેશે કે નહીં જેવી તમામ જાણકારી તમને અહીં એક ક્લિક પર મળી જશે.
- Advertisement -
મળતી માહિતી પ્રમાણે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 21મી સપ્ટેમ્બરના રાતે 10.59 કલાકે લાગશે અને 22મી સપ્ટેમ્બરના 3.23 કલાકે સમાપ્ત થશે. ગ્રહણ આસો મહિનાની કૃષ્ણ પક્ષની અમાસના કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે.
વાત કરીએ આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં એની તો આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે, પરંતુ ન્યુઝી લેન્ડ, ફિજી, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગમાં જોવા મળશે. હવે ભારતમાં આ ગ્રહણ નહીં દેખાય તો સ્વાભાવિક છે કે સૂતક કાળ પણ નહીં માન્ય રહે, એટલે પાળવાની જરૂર નહીં રહે.
સૂતક કાળ ક્યારથી લાગુ થાય છે એ વિશે જણાવવાનું થાય તો સૂર્ય ગ્રહણનું સૂતક કાળ ગ્રહણ લાગવાના 12 કલાક પહેલાં લાગુ થાય છે. 21મી સપ્ટેમ્બર, 2025ના આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે, પણ તે ભારતમાં દેખાવવાનું નથી એટલે કોઈ સૂતક કાળ માન્ય નહીં રહે. જ્યાં આ ગ્રહણ દેખાશે ત્યાં ત્યાં સૂતક કાળનું પાલન કરવું અનિવાર્ય રહેશે.