ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતા લેભાગુ તત્વો દ્વારા છાનેખૂણે વેચાણ
SOGની ટીમે બાતમીના આધારે ભગવતીપરાના શખ્સને 239 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી પાડ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચાઈનીઝ દોરીએ જીવલેણ છે માનવ જિંદગી અને પક્ષીઓના જીવ લેતી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. પરંતુ આ જાહેરનામાની બેઅસર થતી હોવાનું છેલ્લા કેટલાક સમયથી પ્રકાશમાં આવી રહ્યું છે. ચાઇનીઝ દોરીના વેચાણ કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ હોવા છતાં આર્થિક લાભ મેળવવા કેટલાક લેભાગુ તત્વો છાનેખૂણે જીવલેણ ચાઇનીઝ દોરીની ફીરકીઓનું વેચાણ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેર એસઓજી ચાઈનીઝ દોરીનો વેપલો કરતા વેપારીને ત્યાં દરોડા પાડી રહ્યા છે. એસઓજીના પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ધર્મેશભાઈ ખેર, હેડ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહીલ, ફીરોઝભાઈ રાઠોડ, હાર્દિકસિંહ પરમારે બાતમીના આધારે ભગવતીપરામાં રહેતા મુનાવરશા મોગલને ચાઈનીઝ દોરીનો વેપાર કરતા ઝડપી પાડ્યો છે. એસઓજીએ 239 નંગ ફીરકી જેની કિંમત 71700નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.