ઊચ્ચ અભ્યાસ કરતાઝાંઝરડા ચોકડી પાસે કારમાંથી એમડી ડ્રગ આપવા જતા પોલીસ ઝપટે ચડ્યાા : નશો કરવા અમદાવાદથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત સાથે 8.06 લાખનો મુદામાલ કબ્જે યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં ચાલતા ડ્રગ્સના કાળાકારોબારને નેસ્ત નાબૂદ કરવા રાજ્યના પોલીસને કડક સૂચના આપ્યા બાદ રાજ્યભરમાં અનેક જગ્યાએથી લાખો કરોડોનું ડ્રગ્સ સાથે નશીલો પદાર્થ ઝડપાય છે.ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાંજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં ચલતા ડ્રગ્સ સાથે નશીલા પદાર્થનું વેંચાણ સાથે હેરાફેરી કરનારને ઝડપી લેવા સૂચના મળતા એસઓજી પોલીસના પીઆઇ એ.એમ.ગોહીલ અને એએસઆઇ મહેન્દ્ર વાલાભાઇ કુવાડીયા અને હેડ કોન્સ.અનિરુદ્ધસિંહ ચાંપરાજભાઈ વાંકને મળેલી બાતમીના આધારે તા.14 સપ્ટે.ના રોજ મોડી રાત્રે વોચ ગોઠવી ઝાંઝરડા ચોકડી પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપક્કડ કરી હતી.
- Advertisement -
જૂનાગઢથી ઝડપાયેલ આરોપી હર્ષ જયેશભાઇ અરોરા ઉ.26 રહે.ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ બાજુમાં જૂનાગઢ જેનો અભ્યાસ બી.કોમ મુંબઈમાં કરેલ જયારે અન્ય વિરાજ મનોજભાઈ વાઘેલા ઉ.26 રહે.દીપાંજલિ – 2 પ્રમુખનગર જૂનાગઢ જેનો અભ્યાસ બેચલર ઓફ એન્જીનીયરિંગ સિવિલ અને ત્રીજો શખ્સ મંથન દિલીપકુમાર વ્યાસ ઉ.25 રહે.રાજ ટેર્નામેન્ટ બ્લોક-નં.47 શેરીનં.3 ઝાંઝરડા રોડ જૂનાગઢ જેનો અભ્યાસ બેચલર ઓફ આર્ટસ ઇંગલિશ આ ત્રણેય આરોપીઓ ઉંચ શિક્ષણમાં અભ્યાસ કરેછે અને ખરાબ મિત્રોની સંગતમાં આવીને ડ્રગ્સના રવાડે ચડયા બાદ ધીરે ધીરે ડ્રગ્સના વ્યસની બન્યા અને ધીરે ધીરે ડ્ર્ગ્સ હેરાફેરી કરનાર શખ્સો સાથે જોડાયા હતા. આમ ઉંચ અભ્યાસ અર્થે પરિવારથી દૂર રહીને નશાના રવાડે ચડવાનો કિસ્સો સામે આવ્યો છે.
જૂનાગઢ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના ઝાંઝરડા બાયપાસ રોડ પર આવેલ ડીમાર્ટ નજીક બેલાના પીઠા પાસે ડ્રગ્સની ડિલેવરી કરવા આવનાર છે તેવી હકીકત મળતા કાળા કલરની કારમાં હર્ષ અરોરા અને વિરાજ વાઘેલા બંન્ને યુવાનો ઝાંઝરડા બાયપાસ રોડ પરથી ડ્રગ્સ આપનાર અને ડ્રગ્સ લેનાર ત્રણેય ઇસમોને એસઓજી પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. જેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો કુલ જથ્થો 17.10 ગ્રામ જેની કિં.રૂા.1.71 લાખ તેમજ મોબાઇલ અને કાર મળી કુલ કિં.રૂા.8,06,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપી સામે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ઝડપાયેલ આરોપીઓએ આ ડ્રગ્સ અમદાવાદના દર્શન અશોકભાઇ પારેખ પાસેથી લીધુ હોવાનું સામે આવ્યુ છે. જયારે આ મામલે પોલીસે અમદાવાદના દર્શન પારેખને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ઝડપાયેલ ત્રણેય શખ્સોને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને તપાસ દરમિયાન હજુ આ ડ્રગ્સ સપ્લાયમાં કોણ કોણ સામેલ છે તેની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે.
જૂનાગઢ પોલીસની અપીલ
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક જાહેર અપિલ કરવામાં આવી છે જેમાં તમામ યુવાનો અને વિદ્યાર્થીઓએ નશીલા પદાર્થ તેમજ ડ્રગ્સ વગેરેથી દૂર રહેવા અપીલ કરી છે અને ડ્રગ્સ અને નશીલા પર્દાથનું સેવન ફકત તમને જ નહીં તમારા પરિવારને પણ બરબાદ કરે છે. જેથી યુવાનોએ નશીલા પર્દાથથી દૂર રહેવુ જોઇએ. જેનાથી તમે અને તમારો પરિવાર એક સારી જીંદગી જીવી શકશો તેવી અપીલ જૂનાગઢ પોલીસ પરિવાર તરફથી કરવામાં આવી છે.