બાલાજી હોલ પાસે આવાસના ક્વાર્ટરમાં દરોડો પાડતા ગાંજાનો જથ્થો મળ્યો, પોલીસે 56200નો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર જઘૠ પોલીસ દ્વારા માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 1.400 કિલોગ્રામ ગાંજા સાથે કુલ 56,200 નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ જઘૠ પોલીસે બાલાજી હોલ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટર નજીક શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેને અટકાવી તલાસી લેતા તેની પાસેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની પુછપરછ કરતા તેનું નામ અબ્દુલ કાદરી ઉર્ફે નાનું મેતર હોવાનું સામે આવ્યું છે જે પોતે ફ્રૂટની લારી ચલાવે છે અને તેની પાસેથી પોલીસને 14,000 કિંમતનો 1.400 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી ગાંજા સહીત કુલ 56,200 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ પકડાયેલ ગાંજાના જથ્થામાં અબ્દુલ ની સાથે વધુ એક આરોપી બિલાલ મેતરનું નામ સામે આવતા તેની શોધખોળ હાથ ધરી છે.