12 માસથી ક્લિનિક ચલાવતા નકલી ડૉક્ટરએ અગાઉ સુરત અને જામકંડોરણામાં પ્રેક્ટિસ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
રાજકોટ નજીક કુવાડવાના ખોરાણા ગામે મેઈન બજારમાં ડિગ્રી વગર શખસ ક્લિનીક ચલાવતો હોવાની માહિતીના આધારે શહેર જઘૠએ દરોડો પાડી બોગસ તબીબને દબોચી લીધો છે
રાજકોટ એસઓજી પીઆઇ જે એમ કૈલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફે દરોડો પાડતા ક્લિનિકમાં બેઠેલા શખસની પૂછતાછ કરતાં તે રાજકોટમાં મોરબી રોડ પર રહેતો અને મુળ જામકંડોરણાના રાયડી ગામનો મુકેશ મનસુખભાઈ ઠાકર ઉં.55 હોવાનું જણાવ્યું હતું પોતાની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હોવાનું જણાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ક્લિનિક પર દરોડો કરી મેડિકલ સારવારના સાધનો સ્ટ્રેથોસ્કોપ તેમજ દવાઓ, ઈન્જેકશન, દવાઓ, દવાના બાટલા, બીપી માપવાનું મશીન અને ઈન્જેકશનનો જથ્થો મળી આવતા કુલ 9516 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીની પૂછપરછ કરતા પોતે ધો.12 પાસ હોવાનું અને અગાઉ જામકંડોરણા પંથકમાં ડોક્ટર સાથે 9 વર્ષ અને સુરતમાં તબીબ સાથે 2.5 વર્ષ સુધી કામ કર્યુ હોવાનું જણાવ્યું હતું. બાદમાં હવે છેલ્લા 12 માસથી ખોરાણા ગામે ક્લિનીક ચલાવતો હોવાનું જણાવતા પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા સબબ આઇ.પી.સી. કલમ 419 તથા મેડિકલ પ્રેક્ટીસનર એકટ કલમ 30 મુજબ ગૂનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.