સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ આજથી છટણી શરૂ કરવા જઈ રહી છે કંપનીએ 5 ટકા એટલે કે લગભગ 11 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2022થી દુનિયામાં ઘણી કંપનીઓમાં છટણીનો તબક્કો શરૂ થયો છે અને ટ્વિટર, એમેઝોન, મેટા, ઓલા સહિતની મોટી કંપનીઓ બાદ હવે વધુ એક કંપની તેમના કર્મચરીઓને બહારનો રસ્તો બતાવશે. જણાવી દઈએ કે સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ આજથી મોટા ભાગના કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં ટાંકીને આ માહિતી આપી આપવામાં આવી છે કે માઇક્રોસોફ્ટે તેની કંપનીમાં 5 ટકા એટલે કે લગભગ 11 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે.

11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે
એટલે કે માઈક્રોસોફ્ટમાં આજથી શરૂ થઈ રહેલી છટણીમાં 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટમાં છટણીની અસર ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગમાં થશે અને કંપનીના આ નિર્ણયથી હજારો કર્મચારીઓને અસર થશે. રિપોર્ટ્સથી મળતી માહિતી અનુસાર માઇક્રોસોફ્ટમાં આ છટણી અમેરિકન ટેક્નોલોજી સેક્ટરમાં જોવા મળશે.

શું છે છટણીનું કારણ?
મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીનું પર્સનલ કોમ્પ્યુટર માર્કેટ ઘણા ક્વાર્ટરથી ઘટી રહ્યું છે અને એ કારણે વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણને નુકસાન થઈ રહ્યું છે જેના કારણે કંપની તેના ક્લાઉડ યુનિટ Azureમાં વિકાસ દર જાળવી રાખવાના દબાણમાં આવી ગઈ છે.

1000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો
જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈમાં માઇક્રોસોફ્ટે કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો અને ઑક્ટોબર 2022 માં બીજા એક અહેવાલ અનુસાર માઇક્રોસોફ્ટે વિવિધ સેક્ટરમાંથી લગભગ 1000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે જ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગયા વર્ષે 30 જૂન સુધીમાં માઇક્રોસોફ્ટમાં કુલ 2,21,000 ફૂલ ટાઈમ કર્મચારીઓ હતા જેમાંથી 1,22,000 યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત હતા અને 99,000 લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા હતા.

માઈક્રોસોફ્ટ દ્વારા લેવાયેલું આ મોટું પગલું એ સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે આગામી સમયમાં ટેક્નિકલ સેક્ટરમાં છટણીની પ્રક્રિયા ચાલુ રહી શકે છે.