આજના સમયમાં સમાચાર કે કોઈપણ માહિતી ઝડપથી ફેલાવવામાં સોશિયલ મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેવામાં, એક કલાપ્રેમીએ વર્ષો પહેલા ખોવાયેલી એક પેઇન્ટિંગ સોશિયલ મીડિયા પર શોધી કાઢી હતી.
બ્રિટનનાં એડમ બુસિયાકીવિજે એક વ્યક્તિ પાછળ 400 વર્ષ પહેલાં બનાવેલી એક દુર્લભ પેઈન્ટિંગને જોઈ હતી, ત્યારબાદ તેણે તેના વિશે માહિતી એકઠી કરવાની શરૂ કરી હતી. એડમે તેના એક્સ એકાઉન્ટ પર એક ફોટો જોયો હતો. આ ફોટો ઈંગ્લેન્ડના વાર્વિકના શાયર હોલમાં લેવામાં આવ્યો હતો, જે વાર્વિકશાયર કાઉન્ટી કાઉન્સિલનું મુખ્ય કાર્યાલય હતું.
- Advertisement -
પેન્ટિંગ બે વાર વેચવામાં આવી હતી :
એડમે આ પેઇન્ટિંગ અસલ હોવાની પુષ્ટિ કરવા માટે વ્યાપક સંશોધન હાથ ધર્યું હતું. એડમે શોધ્યું કે શાયર હોલે તેને 1951 માં મેડિંગ્લે હોલ પાસેથી ખરીદ્યું હતું. એડમે કહ્યું, ’આ 50 ના દાયકાની શરૂઆતમાં વેચવામાં આવી હતી. પેઇન્ટિંગની પાછળ એક જૂનું લેબલ છે, જે દર્શાવે છે કે તે 1908 માં લંડનમાં ક્રિસ્ટીઝમાં પણ વેચવામાં આવી હતી.
પેન્ટિંગ ગોળ ફ્રેમના કારણે પ્રખ્યાત છે
ફોટામાં જોવા મળેલ પેઇન્ટિંગ રાજા હેનરી આઠમાંની છે, જેણે 1509 થી 1547 સુધી ઇંગ્લેન્ડ પર શાસન કર્યું હતું. એડમે કહ્યું, પેઈન્ટિંગ ગોળ ફ્રેમના કારણે પ્રખ્યાત હતી.
- Advertisement -