ગૃહ મંત્રાલયના ડેટા મુજબ
પ્રોફાઇલ હેકિંગના કેસમાં 267 ટકાનો વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
ગૃહ મંત્રાલયે લોકસભામાં શેર કરેલા ડેટામાં જાણવા મળ્યું છે કે; છેલ્લા પાંચ વર્ષમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલી સાયબર ગુનાની ઘટનાઓમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. ડેટા અનુસાર વર્ષ 2020માં 56,283 અને વર્ષ 2024માં 1,56,938 ઘટનાઓ નોંધાઈ છે. જે સૂચવે છે કે આ ઘટનાઓમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો છે. ક્રમશ: 2021માં આ સંખ્યા વધીને 72,301, વર્ષ 2022માં 1,31,634, વર્ષ 2023માં 1,41,264 કેસ નોંધાયા હતા. આ સિવાય નકલી આઈડી (પ્રોફાઇલ્સ)ની વાત કરીએ તો 2020માં 12,310 થી વધીને 2024માં 39,846 થઈ ગઈ છે. જે 224 ટકાનો વધારો દર્શાવે છે. પ્રોફાઇલ હેકિંગના કેસ 2020માં 10,419 થી વધીને 2024 માં 38,295 થયા, જે 267 ટકાનો વધારો દર્શાવે છે. સાયબર બુલીંગ, સ્ટોકિંગ, સેક્સટીંગના કેસ 2020 માં 11,641 થી વધીને 2024માં 39,077 થયા. નકલ દ્વારા છેતરપિંડી 2020 માં 9,808 થી વધીને 2024 માં 19,989 થઈ, જે પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ. ઓનલાઈન જોબ ફ્રોડના કેસ 2020માં 4,973 થી વધીને 2024માં 10,461 થયા. સરકારે સંસદમાં જણાવ્યું છે કે, સાયબર ગુનાઓ અટકાવવા ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (ઈં4ઈ)એ 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર ગુનાઓનું અઈં-સંચાલિત ટ્રેકિંગ અને દેખરેખ, ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો અને જાગૃતિ અભિયાનો અને સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાઓ દ્વારા ક્ષમતાઓને મજબૂત બનાવાઈ રહી છે.