શહેરની SNK અને વેસ્ટવુડ શાળાની સ્કૂલ બસની બેદરકારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
શાળાઓ શરૂ થતાંની સાથે જ સ્કૂલ બસની અનેક બેદરકારીઓ સામે આવી રહી છે. શહેરની વેસ્ટવુડ શાળાની અને એસએનકે શાળાની સ્કૂલ બસની બેદરકારી સામે આવી હતી. ગઈકાલે એસએનકે સ્કૂલની સ્કૂલ બસમાં અચાનક લાગવાની ઘટના ઘટી હતી અને ત્યાર બાદ આજે સવારે વેસ્ટવુડ શાળાની સ્કૂલ બસ માધાપર ગામમાં ગારામાં ફસાઈ જતાં વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
- Advertisement -
વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. સ્કૂલ બસની બેદરકારીના કારણે બાળકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ?