શ્રી એપાર્ટમેન્ટના ત્રણ ફ્લેટમાં નાખ્યા હતા ધામા : યુનિ. પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં સાતમ આઠમના તહેવાર નિમિતે લોકો ફરવા ગયા બાદ મહેમાન બનીને ત્રાટકેલા તસ્કરો ચોરી કરી નાસી જતાં પોલીસ ઊંઘતી જડપાઈ ગઈ છે મુંજકામાં શ્રી સીટી એપાર્ટમેન્ટ ના ત્રણ ફ્લેટમાંથી કુલ 7.77 લાખની ચોરી થયાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાઈ છે.
રાજકોટના મુંજકા ગામે આવેલા શ્રી સીટી એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશભાઇ વાસાભાઈ કારોતરા ઉ.44એ ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ડ્રાઇવર તરીકે નોકરી કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ ગઇ તા.14ના રોજ હું, મારી પત્નિ તથા દિકરો મારા મોરબી રહેતા સસરા ભીખાભાઈ ગરચરના ઘરે સાતમ આઠમ કરવા ગયા હતા અને તા.17નારાત્રીના પરત આવ્યા હતા અને સુઈ ગયા હતા બીજા દિવસે સવારે પત્નિ ઘરમા સાફ સફાઈ કરતી હોય તે દરમ્યાન કબાટમા જોતા તીજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ જોવા મળી ન હતી તેમજ ગેલેરીમા જોયેલ તો કબુતર જાળી તુટેલ હતી.જેથી અમારા ઘરમાથી દાગીના અને રોકડા 70,000/- એમ કુલ 5,81,000ની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બાજુમાં બ્લોક નં.902માં કોઇ રહેતુ ન હોય તેમજ તેનો દરવાજો ખાલી બંધ કરેલ હોય જેથી કોઇએ તે મકાનમા પ્રવેશ કરી તેની ગેલેરીમાંથી અમારા મકાનની ગેલેરીમા આવી અમોએ ગેલેરીમા ફીટ કરેલ કબુતરની જાળી કોઇ સાધન વડી કાપી કબાટની તીજોરીમાં રાખેલ ઉપરોકત માલમતાની ચોરી કરેલ છે તેમજ અમારી વિંગમા આઠમા માળે બ્લોક નં.803 મા રહેતા નરેન્દ્રભાઈ હિંમતરાય અગ્રાવત તા.12/08ના રાત્રીના દિકરીના ઘરે માધાપર ગામ ગયેલ હતા અને તા. 13/08 ના ઘરે આવી કબાટમા જોતા કબાટમાં રાખેલ દાગીનાની ચોરી થયેલ છે તેમના ફ્લેટમાંથી સોનાના પાટલા જોડી-1 પ્લાસ્ટીકમા મઢેલા દાગીના અને સોનાનો પારો રૂૂદ્રાક્ષ થી મઢેલ બાળકનો નંગ-1 સહિતના દાગીના મળી કુલ કિં.રૂૂ.86,300ની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું તેમજ બ્લોક નં.801 મા રહેતા મયુરભાઇ સુરેશભાઈ લાવડીયા કે જેઓ તા. 14/08 ના સવારના નવ વાગ્યા થી સાતમ આઠમ કરવા ગામડે ગયેલ હતા અને તેઓએ તેમના ઘરમા તપાસ કરતા તેમના ઘરમાંથી સોનાની વિંટી જેનો આશરે વજન 5-ગ્રામ હોય જે નંગ-1 જેની આશરે કિં.રૂૂ.25,000/-, સોના ની વિંટી જેનો આશરે વજન 5-ગ્રામ હોય જે નંગ-1 જેની આશરે કિં.રૂૂ.25,000/- (3) સોનાની બુટી જોડી-1 જેનો આશરે વજન 5-ગ્રામ જેની આશરે કિં.રૂૂ.25,000/- તેમજ રોકડ રૂૂપીયા 35,000/- એમ કુલ કિં.રૂૂ.1,10,000/-ની ચોરી થઈ છે.આમ ત્રણેય ફ્લેટમાંથી કુલ 7.77 લાખની ચોરી થઈ હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસના એએસઆઈ જયસિંહ ઝાલા અને સ્ટાફે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરુ કરી છે.