એટીએમ પથ્થરથી તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળના આરેણા ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચમાં તસ્કરો ત્રાટકયાં હતાં. પરંતુ ચોરી કરવામાં સફળ રહ્યા ન હતાં. જેથી એટીએમ મશીન પથ્થરથી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળતા મળી હતી. માંગરોળના આવેલ બેંક ઓફ બરોડાની બ્રાંચના બેનેજર દેવાંગભાઇ જેઠાભાઇ રાઠોડએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, સાંજનાં 7 વાગ્યે બેંક બંધ કરીને સૌ કોઇ ઘરે જતા રહ્યા હતાં. બેંકની ચાવી બેંક અધિકારી પાસે હતી. રાતના ત્રણ વાગ્યે બેંકના નેટવર્ક ઓફિસર સાગરભાઇ રાણપરીયાનો ફોન આવ્યો કે, કોઇ ઇસમો બેન્કના એટીએમ સાથે છેડછાડ કરી રહ્યા છે.જેને લઇને પોલીસને જાણ કરાઇ હતી. બેંકમાં તપાસ કરતા બેંકની પાછળનાં ભાગે બારીના સળિયા તોડી નાખવામાં આવ્યા હતા. તેમજ બેંકનું એેટીએમ મશીન કોઇએ પથ્થરથી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તુટયું ન હતું, જેથી કંઇ હાથ ન આવ્યું હતું. તસ્કરોએ પોતાની ઓળખ છુપાવવા માટે એટીએમનાં સીસીટીવી કેમેરાનું ડીવીઆરની હાર્ડ ડિસ્ક અને નેટવર્ક રાઉટર ચોરી ગયા હતાં.
માંગરોળનાં આરેણામાં બેંકમાં તસ્કરો ખાબકયાં
