રાજકોટ જિલ્લામાં તસ્કરોને હાથફેરો કરવા માટે મળ્યું મોકળું મેદાન
તરઘડીમાં ચાની ફેક્ટરીમાંથી 7 લાખ ભરેલી તિજોરી જ તસ્કરો ઉઠાવી ગયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો ઉપાડો વધી ગયો હોય તેમ ચોરીના બે બનાવ નોંધાયા છેતરઘડી પાસે ઉમિયા ટી ફેકટરીમાંથી 7 લાખની રોકડ અને રિબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ ગંગા ફોર્જીંગ સહિત બે કારખાનાની સાઇટ પરથી 1.20 લાખના મુદામાલની ચોરી થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો
રાજકોટમાં અંબીકા ટાઉનશીપમાં આવેલ સિદ્ધિ હાઈટ્સમાં રહેતાં અને તેઓને રીબડા સમૃધ્ધી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં શ્રી ગંગા ફોર્જીંગ નામનુ કારખાનુ ધરાવતા પારસભાઈ સુરેસભાઈ મકવાણાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે છ થી સાત મહીનાથી તેઓ અને તેના ભાગીદાર અશોકભાઈ કારખાનુ બનાવે છે અને બાંધકામ પુરૂ થઇ જતા કારખાનાનો મશીનરીનો સર સામાન મંગાવેલ હતો ગઇ તા. 5 ના તેઓએ કારખાનામા મશીનરીનો ફીટીંગ કરવાનો સામાન ખોલેલ જેમા મશીનની પીનુ, ગીયર, સ્લાઇડર, ગિયરની કંગની, મોટર તથા સબમર્સીબલનો કેબલ વાયર, ડાયુ, ડાયુની પીન અને એક ઇન્ડકશન ચેંજર મશીન સ્વીચ ફીટીંગ કરવાના હતાં. બાદમાં રાત્રે અગીયારેક વાગ્યે કારખાનુ બંધ કરી ઘરે જતા રહેલ હતા તા.6 ના સવારે સાડા નવેક વાગ્યે તેઓ કારખાનાએ ગયેલ તો ત્યાં સામન જોવા મળેલ નહી અને કારખાનામાં ચોરી થયેલનું સામે આવતાં તુરંત પાર્ટનર અશોકભાઈને કારખાને બોલાવી કારખાનાના સીસીટીવી કેમેરા તપાસતા અજાણ્યા ત્રણ શખ્સો કારખાનામા અંદર આવતા જોવા મળે છે અને બાદમાં અંદરથી સામાન લઈને બહાર નીકળતા જોવા મળેલ હતાં બાદમાં કારખાનાની આજુ બાજુ જોતા રીક્ષાના ટાયરના નીશાન હતા. તેમજ કારખાનામાં ચોરી થયેલ તેના એક બે દીવસ પહેલા બાજુમાં નરેન્દ્રભાઈનું કારખાનુ બને છે, તેના કારખાનમાથી પણ આશરે 600 કીલો જેટલી વજનની લોખંડની પ્લેટોની ચોરી થયેલ હતી જેથી ફરિયાદીના કારખાનમાંથી 1 લાખનો મુદામાલ અને બાજુના કારખાનમાંથી 20 હજારની પ્લેટોની ચોરી કરી અજાણ્યાં તસ્કરો નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આદરી હતી.
ચોરીના બીજા બનાવમાં રાજકોટમાં સાંઇ નગર સોસાયટીમાં રહેતાં અને તરઘડી ગામે જામનગર હાઈવે ઉપર ઉમીયા ટી પ્રાઈવેટ લીમીટેડ નામની ચા ની ભુકીનુ પૈકીંગ કરી અને વેચાણ કરતાં રમણીકભાઈ વાલજીભાઈ સાણદીયા ઉ.57એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેક્ટરીમા આશરે 45 જેટલા કર્મચારીઓ કામ કરે છે ગઈ તા.14 ના તેઓ રાજકોટથી સવારના નવ વાગ્યે ફેક્ટરીએ ગયેલ અને રુટીન મુજબ ફેકટરીને લગતુ કામકાજ કરી સાંજના સાડા સાતેક રાજકોટ ઘેર પરત ફરેલ હતાં. બીજા દિવસે સવારના આઠ વાગ્યે ફેકટરીમા એકાઉંટનું કામ કરતા નીકુંજભાઈનો ફોન આવેલ કે, તમારી ઓફીસ તથા જનરલ ઓફીસમાં બધી વસ્તુ વેર વીખેર 5ડેલ છે, તમારી ઓફીસમાં રાખેલ તિજોરી ફિટ કરેલ હતી તે લોખંડની સાંગળી વડે કાઢી ગયેલ છે તે સાંગળી પણ અહિ પડેલ છે, ઓફીસમાં ચોરી થયેલ છે તેવી વાત કરતાં ફરીયાદી તુરંત ફેક્ટરીએ ગયેલ તો ત્યાં ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓ હાજર હતા અને ઓફીસમાં જોયુ તો તેઓની તેજોરીમાં આશરે રૂ. 7 લાખની ચલણી નોટો રાખી હતી તે તેજોરી જોવામાં આવેલ નહી તેમજ ઓફિસમાં રહેલ બધા કબાટ ખુલ્લા હતા બાદમાં તેઓએ ફેક્ટરીના સીસીટીવી ફુટેજ ચેક કરતા એક સ્ત્રીના વેશમાં પુરુષ મોઢે બુકાની બાંધી ફેકટરીમા તા.15/04/2025 ના પ્રવેશ કરતો દેખાયો હતો. જેથી કોઈ અજાણ્યો તસ્કર ઉમિયા ટી ફેકટરીમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલ તિજોરીમાંથી રૂ.7 લાખની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદમાં નોંધાવી હતી.