લોખંડની તિજોરી ડ્રિલથી તોડી
60.84 લાખના 11,655 હીરાની ચોરી
ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે જુદી જુદી 11 ટીમો દોડાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારીયા રિંગ રોડ પર ધરમ નગર સોસાયટીમાં ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં અજાણ્યા વ્યક્તિ દ્વારા કારખાનામાં રહેલ રૂપિયા 60,83,650ની કિંમતના 11,655 જેટલા કાચા અને તૈયાર હીરાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિપુલ ગોંડલીયા નામના હીરાના વેપારી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ઇગજની કલમ 305(અ), 331(4) સહિતની કલમ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ વિવેકાનંદનગર શેરી નં.2, દેવપરા નજીક રહેતા વિપુલભાઈ વિરજીભાઈ ગોંડલીયા (ઉ.વ.37)એ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી પોતાનું ભાડાનો શેડ કોઠારીયા રીંગ રોડ પર પીરવાડી સામે ધર્મનગર સોસાયટીમાં આવેલ ખોડીયાર ડાયમંડ નામના કારખાનાના પાછળના દરવાજાના તાળા તોડી કારખાનામાં પ્રવેશ કરી અજાણ્યા શખ્સો તિજોરીમાં રાખેલા રૂ.60.83 લાખના હીરા ચોરી કરી લઈ ગયાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમે ભક્તિનગર પોલીસને જાણ કરતાં પીઆઈ એમ.એમ. સરવૈયા તેમજ ડી સ્ટાફ અને ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા રાત્રિ દરમ્યાન કોઈ જાણભેદુ શખ્સો શેડના પાછળના દરવાજાના તાળા તોડી કારખાનામાં ઘુસી તિજોરી તોડી રાખેલા તૈયાર હીરા નંગ 2617 (2089 કેરેટ) તેમજ રૂ.11,48,950નો સુરતથી આવેલો રીપેરીંગનો માલ, આ ઉપરાંત કાચા હીરા 9038 (109.66 કેરેટ) કિં.રૂ.45 હજાર જે કાચા માલની કિંરૂ.49,43,700 મળી કુલ રૂ.60,83,650ના કુલ 11655 નંગ હીરા ચોરી કરી લઈ ગયાનું જાણવા મળ્યુ હતું કારખાનામાં ઈઈઝટ કેમેરાનું ઉટછ પર ચોરી ગયા છે કારખાનાના પાછળના ભાગે એક લોખંડનો દરવાજો આવેલ છે, તે દરવાજાનો આકડીઓ બળપૂર્વક ખોલીને અંદર ઘૂસી ચોરી કરવામાં આવી હોય રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, ભક્તિનગર પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ડીસીપી ઝોન-1ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની જુદી-જુદી 11 જેટલી ટીમો બનાવી ભેદ ઉકેલવા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.