16 ગુનામાં પકડાયેલા શખ્સને સીસીટીવી આધારે ઝડપી લઇ ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી 65 હજારની ચોરી થવા અંગે ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી 150 ફુટ રીંગ રોડ પરથી નામચીન તસ્કરને ઝડપી લઈ રોકડ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. મુળ રાજસ્થાનના અને હાલ રાજકોટના જામનગર રોડ પર સૈનીક સોસાયટી નજીક ખાટુ શ્યામ મંદિરમાં સેવા પુજા કરતા રીષીકુમાર વનમાળી શર્માએ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ કરી હતી જેમા તા.21ના રોજ સવારે મંદિરે પુજા કરવા ગયા ત્યારે દાન પેટી ખુલી હોય અને તેમાથી 65 હજારની રોકડ ગાયબ હોય સીસીટીવી ચેક કરતા એક શખસ ત્રિકમ વડે દાનપેટી તોડી રોકડની ચોરી કરી જતો હોવાનુ દ્રશ્યમાન થતા આ અંગે ફરીયાદ નોંધાવી હતી ફરિયાદ અન્વયે પીઆઈ મેધાણી સહીતની ટીમે તપાસ કરતા મંદિરમાં ચોરી કરનાર શખસ 150 ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે આવ્યો હોવાની બાતમી આધારે પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા સહીતે તાત્કાલિક દોડી જઈ મુળ યુપીનો અને હાલ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૈન્મય એપાર્ટમેન્ટમાં રહેતો વીવેક બીરેન્દ્રસીંગ ચૌહાણની અટકાયત કરી ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં તેના વિરુદ્ધ માલવીયાનગર, તાલુકા, ગાધીગ્રામ, યુનિવર્સિટી, થોરાળા સહીતના પોલીસ મથકોમાં ચોરી સહીતના 16 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.



