ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ, જયુબેલી ચોકનાં સ્માર્ટ ટ્રાફિક સિગ્નલના ડેટાનું એનાલિસિસ કરતાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હાલમાં જુદા જુદા કુલ 29 સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવેલ છે. જેમાં કેટલાક જંકશન ખાતે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ કાર્યરત્ત કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂઆતનાં તબક્કામાં પ્રથમ ત્રણ જંકશન ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ અને જયુબેલી ચોક 5ર સ્માર્ટ સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતાં. આ સિગ્નલને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ અન્ય 6 જંકશન કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, રૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, નાગરીક બેંક ચોક, મકકમ ચોક અને સત્ય વિજય આઇસ્ક્રીમ ચોકને પણ આ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવ્યા છે. વિશેષમાં, ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ, જયુબેલી ચોક ખાતેના સ્માર્ટ ટ્રાફિક સિગ્નલના ડેટાનું મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એનાલિસિસ કર્યું હતું. રા.મ.ન.પા. દ્વારા ઇન્ટોલ કરેલ સીગ્નલ પૈકી પ્રથમ ત્રણ જંકશન 5રનાં સીગ્નલને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવ્યા હતાં. પ્રથમ ત્રણ જંકશન ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ, જયુબેલી ચોકનાં ડેટાનું એનાલીસીસ કરતા માલુમ 5ડેલ છે કે આ જંકશનને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરતાં 35% જેટલા સમયની બચત થઈ છે. આ જંકશન 5ર કયા રોડ 5ર કેટલા વાહન 5સાર થાય છે, અને કયા પ્રકારના વાહન 5સાર થાય છે, તે 5ણ જાણી શકાય છે. આ પ્રકારના ડેટા ઉ5લબ્ધ થતાં ભવિષ્યમાં ટ્રાફિક ડાઇવર્ઝન તેમજ અન્ય વ્યવસ્થા માટે આ ડેટા ખુબ જ ઉ5યોગી થશે.
- Advertisement -
આ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ અન્ય સિગ્નલને 5ણ ટુંક સમયમાં આ પ્રકારે સ્માર્ટ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવશે.
આ ત્રણેય મોડ પર કાર્ય કરે આ સિગ્નલ
(1) મેન્ઉલ મોડ: આ મોડમાં સિગ્નલને અલોકેટ કરવામાં આવેલ ટાઇમ મુજબ સામાન્ય પ્રકારે કામ કરે છે.
(ર) વિહીકલ એકયુમેટેડ મોડ: આ મોડમાં સિગ્નલ જે તે સાઇડમાં અલોકેટ કરવામાં આવેલ સમય દરમિયાન જો વાહન 5સાર થવાનાં બાકી ન હોય તો ઓટોમેટીક બીજી સાઇડને ગ્રીન સીગ્નલ આપે છે, જે કારણે સમયની બચત થાય છે.
- Advertisement -
(3) એડેપ્ટીવ મોડ: આ મોડમાં સિગ્નલ વિહીકલ એકયુમેટેડ મોડમાં કામ કરે છે તેમજ અન્ય આસપાસનાં સિગ્નલ સાથે 5ણ સીન્ક્રોનાઇઝ કરી ટ્રાફિકનું નિયમન કરે છે અને ગ્રીન કોરિડોર બનાવે છે.