ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
વરુણભાઈ પ્રવિણચંદ્ર અઘારા વાદી તથા રાજકોટ શહેરમાં રહેતા પ્રતિવાદી વિનોદભાઈ ભીમજીભાઈ પરસાણા બંને મિત્રો થાય છે. પ્રતિવાદી વિનોદભાઈ ભીમજીભાઈ પરસાણાને અંગત કારણસર નાણાની જરૂરિયાત ઉપસ્થિત થતા વરુણભાઈ પ્રવિણચંદ્ર અઘારા પાસેથી રકમ રૂા. 20,00,000ની માગણી કરેલ તેથી વાદીએ સંબંધના દાવે રકમ રૂા. 10,00,000 દસ લાખ પુરા તા. 10-9-2020ના રોજ તથા રકમ રૂા. દસ લાખ તા. 27-5-2020ના એમ મળી કુલ રકમ રૂા. વીસ લાખ હાથઉછીના આપેલ અને તે અંગેની પ્રોમિસરી નોટ પ્રતિવાદીએ વાદીના નામ જોગ રકમ રૂા. 10,00,000 તા. 10-9-2020ના રોજથી તથા રકમ રૂા. 10,00,000 ની 27-5-2020ના રોજથી એમ મળી કુલ 2 પ્રોમિસરી નોટ લખી આપેલ અને પ્રોમિસરી નોટ મુજબ પ્રતિવાદીએ અંગત કારણસર હાથ ઉછીની લીધેલ રકમ વાદીને જ્યારે જરૂર પડે ત્યારે પરત ચૂકવી આપવાનુ પાકુ વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલ. ત્યાર બાદ વાદીને નાણાંની જરુરિયાત ઉપસ્થિત થતાં પ્રતિવાદી પાસે નાણાની માગણી કરતા આ કામના પ્રતિવાદીએ વાદીને તેમની હાથ ઉછીની લેણી નીકળતી રકમ રૂા. 20,00,000 અંકે રૂપિયા વીસ લાખ પુરાનો તા. 11-1-2023ના રોજનો યુનિયન બેન્ક, કાલાવડ રોડ શાખા રાજકોટના ચેક નં. 093327નો ચેક લખી આપેલો અને ચેક આપતી વખતે પ્રતિવાદીએ ચેક તા. 30-1-2023ના રોજ તમારા ખાતામાં જમા કરાવ્યેથી તમોને લેણી નીકળતી રકમ વસુલ મળી જશે તેવુ પાકુ વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલી હતી, તેથી વાદીએ પ્રતિવાદીના વચન, વિશ્ર્વાસ અને ખાત્રી ઉપર ભરોસો રાખી ચેક વાદીએ કોટક મહીન્દ્ર બેંક, ગોંડલ રોડ શાખા રાજકોટમાં તા. 30-1-2023ના રોજ જમા કરાવતા ‘ફન્ડંસ ઈનસફીશીયન્ટ’ના શેરા સાથે તા. 31-1-2023ના રોજ પરત ફરેલો.
- Advertisement -
જેની વાદીએ પ્રતિવાદીને જાણ કરેલી ત્યારે પ્રતિવાદીએ વાદીને કહેલ કે સદરહુ ચેક ફરીથી તા. 3-3-2023ના રોજ તમારા ખાતામાં જમા કરાવ્યેથી તમોને લેણી રકમ પરત મળી જશે તેવુ પાકુ વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલી અને પ્રતિવાદીના વચન, વિશ્ર્વા અને ખાત્રી ઉપર ભરોસો રાખી વાદીએ ચેક ફરીથી તા. 3-3-2023ના રોજ અમોની બેંક કોટક મહીન્દ્રા બેંક ગોંડલ રોડ શાખા રાજકોટમાં જમા કરાવતા ચેક ‘ફન્ડસ ઈનસફીસયન્ટ’ના શેરા સાથે તા. 6-3-2023ના રોજ પરત ફરેલો તેથી વાદીએ આ કામના પ્રતિવાદીને ચેક પરત ફર્યા અંગેની જાણ કરેલી, તેમ છતાં પ્રતિવાદી વિનોદભાઈ ભીમજીભાઈ પરસાણાએ વરુણભાઈ પ્રવિણચંદ્ર અઘારાની લેણી નીકળતી રકમ ચુકવવાને બદલે ખોટા બહાના બતાવી લેણી રકમ ન ચૂકવવાના આશયથી ઉડાઉ જવાબ આપેલ છે અને આજ દિવસ સુધી લેણી રકમ ચુકવાની દરકાર કરેલી નથી તેથી વાદીએ વકીલ મારફત પ્રતિવાદીને રજી.એ.ડી. દ્વારા લીગલ નોટીસ તા. 14-3-2023ના રોજ આપેલ તેમ છતાં પ્રતિવાદીએ વાદીની કાયદેસરની લેણી નીકળતી રકમ ન ચુકવતા રાજકોટના મહે સ્મોલ કોઝ કોર્ટના જજ સમક્ષ સારી સ્યુટ દાખલ કરેલી જે દાવો ચાલી જતાં વાદી તરફે કરવામાં આવેલી દલીલો સાંભળી તથા વાદી પક્ષની દલીલ માન્ય રાખી પ્રતિવાદીને નામદાર કોર્ટે વાદીને રકમ રૂા. 20,00,000 વાર્ષિક 6%ના વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કરેલો છે.
વાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી પાર્થ ડી. પીઠડીયા, વિરેન આઈ. વ્યાસ, પ્રતિક ડી. રાજ્યગુરુ, કરણસિંહ એ. ડાભી, મહીપાલ એમ. સબાડ, કુલદીપ રામાનુજ, ભાવીન એન. ભટ, જીજ્ઞેશ સી. પંડ્યા તથા આસિસ્ટન્ટ તરીકે અંકીત કુવાડીયા, પ્રશાંત ગોહેલ, ગૌરવ બોદુડે, હર્ષ પરમાર રોકાયેલા હતા.