ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માત્ર અભ્યાસજ નહીં વિદ્યાર્થીની આંતરિક પ્રતિભાને ખીલવવા માટેના નમ્ર પ્રયાસ સ્વરૂપે શહેરની SKP સ્કૂલના અત્યંત અનોખા વાર્ષિક ઉત્સવ ’અજવાળા ભીતરના’ ની રંગારંગ ઉજવણી શાળાના કુલ 3000 વિદ્યાર્થીઓ પૈકી 2053 વિદ્યાર્થીઓ દ્વારા તા.18 ને બુધવારે હેમુગઢવી હોલ ખાતે દિવસભર અદભૂત રીતે કરાઈ.
- Advertisement -
શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ અલગ અલગ કળાઓમાં પણ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરે એવો હેતુ સાથે કાર્યરત SKP સ્કૂલના નર્સરીથી લઇ ધો.12 સુધીના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ગીત, સંગીત, નૃત્ય અને અભિનયના ઓજસ પાથર્યા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સતત એક મહિનાની મહેનત થકી જઊંઙ સ્કૂલના વાર્ષિકઉત્સવમાં પ્રાણ પૂર્યા. સમગ્ર કાર્યક્રમ સવારે 9 થી રાતન 12 વાગ્યા સુધી પાંચ સેશનમાં યોજાયો હતો. જેમાં દેખાડો નહિં પણ વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ ખીલવવાનો સવિશેષ પ્રયાસ કરાયો. જે અંતર્ગત 100 કૃતિઓ રજુ કરાઇ હતી. દિકરીઓ ઉપર થતા અત્યાચારને રોકવા પ્રેરતુ નાટક “નાયરાનો ન્યાય”, જંક ફુડથી બાળકોને દુર રાખી દેશી ખોરાક આપવાનું સબક શિખવાડતું નાટક “મીલેટ વુમન”, બાળકો પર મોબાઇલની વિકૃત અસરને રજુ કરતુ નાટક “મોબાઇલથી મન સુધી” ઉપરાંત સ્કેટીંગ, રાજસ્થાની ફ્યુઝન, તાન્હાજી થીમ, શિક્ષણ થીમ, ડાકલા રાસ, મહીસાસુર વધ, લોક નૃત્ય, ચારણ ક્ધયા, કસુંબો, વૃક્ષ બચાવો વગેરે જેવી અનેક સંગીત, નૃત્ય અને ગાયનની કૃતિઓ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
SKP સ્કૂલના અશોકભાઇ પાંભર અને રમેશભાઇ પાંભરે જણાવ્યું હતું કે, પ્રત્યેક બાળક અનંત શક્તિઓ સાથે જન્મતું હોય છે. તેની અંદર પ્રથમથી જ પૂર્ણતા પડેલી હોય છે. અમારે એ પૂર્ણતાનું પ્રગટીકરણ કરવાનું હોય છે. આ વાર્ષિકઉત્સવ થકી અમે બાળકમાં છુપાયેલી શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું અને સમયાંતરે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરીએ છીએ. જઊંઙ સ્કૂલ આ કાર્યક્રમ થકી બાળકોના વ્યક્તિત્વને ઘડવાનું કામ કરે છે. ’અજવાળા ભીતરના’ કાર્યક્રમ થકી જઊંઙ શાળાના વિદ્યાર્થીઓએ તેમની સુષુપ્ત ક્ષમતાઓનું પ્રદર્શન કરી, પ્રોત્સાહિત કરી સંભવિતતાને પુનજીર્વિત કરી હતી.