વોટર પાર્કના સંચાલકો દ્વારા મહિલાઓની સુરક્ષા અંગે કોઈ તકેદારી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
રાજ્યમાં ગરમીની સિઝન શરૂ થતા એક નવો ટ્રેડ શરૂ થાય છે મોટાભાગે આ પ્રકારની ચામડી દઝાડતા તડકામાં રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં પોતાના પરિવાર સાથે ન્હાવા જતા હોય છે. જોકે આ પ્રકારના વોટર પાર્કન સંચાલકોએ પરિવાર સાથે આવતા લોકોને કાળજી રાખી મહિલાઓની સુરક્ષાને અગ્રતા આપવી પડે છે પરંતુ ધ્રાંગધ્રા – હળવદ રોડ પર આવેલ વોટર પાર્ક માત્ર લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનું કામ કરતા હોય તે પ્રકારે કોઈપણ પ્રકારની મહિલાઓ માટેની પ્રાઇવેસી અથવા સુરક્ષાની સંભાળ રાખવામાં આવતી નથી. આ સાથે અહીં વોટર પાર્કમાં ન્હાવા ગયેલ મોટાભાગના પરિવારોની ફરિયાદો સાંભળવા મળે છે જેમાં મુખ્ય વોટર પાર્કના પાણીને સમયાંતરે બદલવાનું અથવા પાણીમાં જરૂરી સ્વછતા રાખવાનું કામ નહીં થતું હોવાનું જાણવા મળે છે. ત્યારે આ પ્રકારે પાણીમાં સ્વછતા નહીં રાખવાના લીધે ન્હાવા આવતા ગ્રાહકોને ચાંદીના રોગ થવાની પણ શક્યતા વધે છે. આ અગાઉ પણ ગત બે વર્ષ પૂર્વે કોરોના કાળ દરમિયાન આ વોટર પાર્કમાં ફરિયાદોને લીધો પ્રાંત અધિકારી દ્વારા બંધ કરાવ્યું હતું ત્યારે ખાસ કરીને પરિવાર સાથે આવતા લોકોના ઘરની મહિલાઓને પ્રાઇવેસી નહીં મળવા બાબતે સંચાલકો ગેરવ્યાજબી અને ઉડાવ જવાબો આપી માત્ર રૂપિયા ખંખેરવા માટે વોટર પાર્ક બનાવી બેઠા હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે જેને લઇ તંત્ર દ્વારા સમયાંતરે વોટર પાર્ક ખાતે ચેકીંગ કરવાની તસ્દી લેવી જરૂરી બની છે.



