રજીસ્ટ્રેશન નંબર એચપી 44 4246 ધરાવતી કાર ગુરુવારે મોડી રાત્રે ચંબાના ચુરાહ સબડિવિઝનમાં ભંજરાડુ-શાહવા-ભડકવાસ રોડ પર 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે બે પુરુષો, બે મહિલાઓ અને બે બાળકો સહિત છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.
એક જ પરિવારના છ સભ્યોના મોત થયા
- Advertisement -
અકસ્માત કદાચ ખડક પર અથડાતા વાહન પડવાથી થયો હશે
બચાવ કામગીરી છ કલાક ચાલી; પોલીસ આવે તે પહેલાં સ્થાનિકોએ મદદ કરી
કારમાં 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા
- Advertisement -
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં કુલ છ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં બે પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બધાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કહેવાય છે કે શાહવા નજીક કાર અચાનક બેકાબુ થઈ અને ઊંડી ખીણમાં ખાબકી ગઇ.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
હાલમાં વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘ચંબા જિલ્લાના ટીસાના ચાનવાસમાં કાર અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે.’ મુખ્યમંત્રીએ લખ્યું કે, ‘શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારને ધીરજ અને શક્તિ આપે.’