રાજકોટમાં SOG, LCB, બી ડિવિઝન, પ્ર.નગર, યુનિવર્સિટી અને તાલુકા પોલીસના દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા માદક પદાર્થોનું વેચાણ કરતાં શખસો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજકોટ પોલીસે એક જ દિવસમાં છ દરોડા પાડયા છે રાજકોટમાં એસઓજી, એલસીબી, બી ડિવિઝન, યુનિવર્સિટી, પ્રનગર, તાલુકા પોલીસે દરોડા પાડી છ શખસોને 1,06,995 રૂપિયાની કિમતના 10 કિલો 695 ગ્રામ ગાંજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં માદક પદાર્થો વેચતા શખસો ઉપર પોલીસે ધોંસ બોલાવી હતી એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટીમના અનોપસિહ ઝાલા સહિતનાને મળેલી બાતમી આધારે કાળીપાટ્ ગામે ચોકડી પાસે વોચ ગોઠવી કાર અટકાવી કોઠારીયા રોડ પર રહેતા રાહિલ અમીનભાઈ મીનપરાની ધરપકડ કરી તેની જડતી લેતા તેની પાસેથી 1 કિલો 1 ગ્રામ ગાંજો મળી આવતા ધરપકડ કરી પોલીસે કાર, ગાંજો, મોબાઇલ, રોકડ સહિત 7,05,690 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે બી ડિવિઝન પોલીસે ભગવતિપરામાં આશાબાપીરની દરગાહ પાસે દરોડો પાડી જગદીશ દશરથભાઈ અનેવાડીયાને 15.16 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધો હતો તેમજ એલસીબીએ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના માંડાડુંગર ભીમરાવનગરમાં દરોડો પાડી હિતેશ ઉર્ફે બંટી સવજીભાઈ બાબરીયાની 60.580 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી હતી તેમજ યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાં દરોડો પાડી પ્રવીણભાઈ નાનજીભાઈ વાળાને 4 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધો હતો તેમજ તાલુકા પોલીસે વાવડીમાં રાજ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઉપરના માળે ઓરડીમાં દરોડો પાડી મૂળ બિહારના હાલ અંહિયા રહેતા ધર્મનદર યમુનાસિંગ યાદવને 167.94 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધો હતો તેમજ પ્રનગર પોલીસે નરસંગપરામાં દરોડો પાડી જય સતીશભાઈ રામાવતને 636 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધો હતો.