ડ્રગ્સમાફિયાઓ બેફામ: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી
સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોનાં સોદાગરો માટે ટ્રાન્ઝિસ્ટ પોઈન્ટ બની ગયો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ આઠ મોટાં ક્ધસાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે.
અલ હુસૈની બોટમાં 6 પાકિસ્તાની પકડાયા
ત્યારે કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે, જેમાં ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતાં એમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં, જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.