સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરૂવારે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં કોઈ પણ મુદ્દે વિચારણા કરવા જેવી બાબત ન હોવાથી બેઠક ગેટ-ટુ-ગેધર જેવી બની હતી. માત્ર 90 મિનિટમાં કુલપતીએ બહાલી કરેલા 88 એજન્ડા મંજુર કરવા અન્ય સભ્યોએ માત્ર હાથ ઉચા કર્યા અને છુટા પડયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતી ડો.ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં માસ્ટર ઓફ જર્નાલિઝમમાં ચાર સેમેસ્ટરના કોર્સ, ફાર્મસીના વિદ્યાર્થીઓને એનાયત કરાયેલી ડિગ્રીમાં ડોક્ટર ઓફ ફાર્મસી સાથે સુધારા કરી નવી ડિગ્રી આપવા, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ કોલેજોમાં નર્સિંગના કોર્સ શરૂ કરવા અને રાજકોટ, અમરેલી, મોરબી, જામનગર અને વાંકાનેરમાં નવી કોલેજોને શરૂ કરવા માટે પણ બહાલી આપવામાં આવી છે. સવારે 11 વાગ્યા બાદ શરૂ થયેલી એકેડેમિક કાઉન્સિલની બેઠક એક વાગ્યા પહેલા પૂરી થઈ હતી. માત્ર 80થી 90 મિનિટમાં જ તમામ 88 એજન્ડાઓ પર નિર્ણય લેવાઈ જતા એકેડેમિક કાઉન્સિલની બેઠક નિરશ રહીં હતી.