આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્ર સેવિકા સમિતિ મહાનગરપાલિકા દ્વારા આયોજિત વ્યક્તિત્વ વિકાસ શિબિરનું ઉદ્ઘાટન
સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેપ્ટન જયદેવ ભાઈ જોષી દ્વારા સાથે જુદા-જુદા વિષયો ઉપરના સેમિનાર
ખાસ-ખબર સંવાદદાતા
આજે જ્યારે બહેનોને સ્વ બચાવ સ્વરક્ષણ જરૂર છે ત્યારે સમિતિ દ્વારા સ્પેશિયલ સેલ્ફ ડિફેન્સ નીટ્રેનિંગ કેપ્ટન જયદેવ ભાઈ જોષી નેશનલ ઇન્સ્ટિટ્યૂટે ટીમ દ્વારા ટ્રેનિંગઆપનાર છે વર્ગને દરરોજ ત્રણ સત્રમાં રાખવામાં આવેલ છે. જેમાં પ્રથમ સત્ર ઋચાબેન વ્યાસ દવારા લેવામાં આવ્યું હતું. તેમણે સ્ત્રીમાં ભરપૂર શકિત અને ઉર્જા છે તેમજ મહિલાઓ કઈ રીતે આગળ વધે તેનુ માર્ગદર્શન આપ્યું. રુચા બેનવ્યાસે પોતાના વકતવ્યમાં ગૃહીણી એ પરિવારમાં કેન્દ્ર સ્થાને છે. બહેનોમાં અગાધ શકિત પડેલી છે. આત્મવિશ્વાસ અને આત્મગેોરવ કેળવવો, સ્ત્રી સમાજની આધારશિલા છે. આ વિષયો પર વાત કરી.
- Advertisement -
વ્યકિતત્વ વિકાસ એટલે શું ? તેનું માર્ગદર્શન આપતા રૂદ્રશભાઈએ આત્માની સુંદરતા પર ભાર મૂકતા કહયું હતું કે ભારતીય વિચારધારામાં ફકત બાહય સુંદરતા અને દેખાવ નથી. જોવામાં આવતો અહીં આંતરિક વિકાસ, સવાર્ગી વિકાસ, સમાજ-રાષ્ટ્ર માટે યોગદાન આપીએ. આંતરિક સુંદરતા, મનમાં અગાઢ શકિત ભરેલી છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ એ વ્યકિતત્વ વિકાસ છે. તે બાદ તૃતિય સત્ર માં સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. આજનાં સમયમાં સ્ત્રી પોતાની સ્વરક્ષા કરી શકે, સ્વતંત્ર બની બધી પરિસ્થિતિનો સામનો કરી શકે તે હેતુથી સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ રાખવામાં આવેલ. છ દિવસ વર્ગમાં જુદા-જુદા વિષયો લેવામાં આવનાર છે, વ્યકિતત્વ વિકાસ એટલે શું ?, તુમ હી રાષ્ટ્ર કી આધાર શકિત, રોજ બરોજ ના કાયદાઓ, વોટ આઈ વોન્ટ ટુ બી, જો ફીટ હૈ વો હીટ હૈ(સ્ત્રી રોગો અને સાવધાની), હેલ્થ ઈસ વેલ્થ, ટાઈમ મેનેજમેન્ટ, ધર્મ પાછળનું વિજ્ઞાન, ચાર ગુ્રપ પાડીને રમત-ગમત, લવજેહાદ, સાઈબર ક્રાઈમ, આત્મનિવેદન તથા કંઈક હજુ નવું ઉપરોક્તવિષયો પર વકતાઓ ડો. રૂદે્રશભાઈ, ડો. જયોતિબહેન, ધારાબેન ઠાકર, મીતાબેન જોષી, ડો. અમીબેન મહેતા, ઉષ્માબેન વાણી, ડો. રામદેવસિંહ, શ્રી કમલેશભાઈ બલભદ્ર, પાયલબેન અને વિશ્વા, સરોજબેન, એ.સી.પી. રબારી સર, આરતીબેન ઓઝા વગેરેએ માહીતીસભર વ્યાખ્યાન
આપ્યું હતું.