રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીનો કડક નિર્ણય
ગ્રાઉન્ડને બદલે ઓફિસમાંથી વહીવટ, ગંભીર ગેરશિસ્ત ઉઘાડી પડતા કાર્યવાહી
- Advertisement -
વર્ષોથી કોન્ટ્રાક્ટ ઉપર રહેલા 13 કોચ, 15 ટ્રેનર્સને પણ તત્કાળ અસરથી હાંકી કઢાયા
અસંખ્ય ફરિયાદો પહોંચતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશો આપ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત- SAGમાં લાંબા સમયથી કાયમી ભરતીના અને કોન્ટ્રાક્ટ ઉપર સેવા આપી રહેલા વિવિધ રમતોના કોચ તેમજ ટ્રેનર્સ સામે આર્થિક, વહીવટી, નૈતિક ગેરવર્તણૂંક સંદર્ભે ફરિયાદો ઉઠતી રહી છે. આવા ગોરખધંધામાં ખુલ્લા પડતા મંગળવારની સવારે ઓથોરિટી- SAG ડાયરેક્ટર જનરલે એક સાથે કાયમી ભરતીના (વર્ગ-3)ના છ જેટલા રૂસુખદાર કોચની બદલીના આદેશો પ્રસિદ્ધ હતા. એટલું જ નહીં, તેની સાથે અત્યંત ગંભીર કહી શકાય અને જેની વર્ણન પણ થઈ ન શકે તેવી હરકતો સબબ એક કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગ્રાઉન્ડ ઉપર રમતવીરો તૈયાર કરવા ટ્રેઈનિંગ આપવાને બદલે ગાંધીનગર સ્થિત SAG હેડ ઓફિસ અને જિલ્લા કચેરીમાં બેસીને માત્ર વહીવટી કામો જ કરતા ડિસ્ટ્રિક્ટ કોચ કેડરના અનેક અધિકારીઓ સામે અસંખ્ય ફરિયાદો પહોંચતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશો આપ્યા હતા. જેમાં તથ્યાત્મક પુરાવા પ્રાપ્ત થતા મંગળવારની સવારે SAGના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામાને કાયમી ભરતીના છ કોચની તત્કાળ અસરે બદલી કરવી પડી છે, એક કોચને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવો પડયો છે. માત્ર સરકારી જિલ્લા કોચ જ નહિ, તદ્ઉપરાંત વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કાર્યરત 13 જેટલા કોચ અને 15 ટેનર્સને પણ તત્કાળ અસરથી છુટા કરવાનો પણ નિયામકે આદેશ કર્યો છે. કહેવાય છે કે, SAGએ વર્ષો અગાઉ કાયમી ભરતી હેઠળ 160થી વધારે કોચને નવા રમતવીરો તૈયાર કરવા કામગીરી સોંપી હતી. જે પૈકી મોટાભાગના કોચ ગ્રાઉન્ડ ઉપર રમતવીરોને તાલીમ આપવાને બદલે ઓફિસમાં બેસીને જ આર્થિક અને વહીવટી કામ સંભાળતા હતા. આવા 18થી વધુ ડિસ્ટ્રિક્ટ કોચે પોતાના મિત્રો, સગા સબંધીઓને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરી તગડા પગારે જઅૠમાં ગોઠવ્યા હતા. તેમની સામે પણ કાર્યવાહી થઈ છે.
- Advertisement -
બોટાદના ડિસ્ટ્રિક્ટ કોચ ઈમરાન પઠાણ સસ્પેન્ડ, ઈન્કવાયરી શરૂ
SAGના ડાયરેક્ટર જનરલ એસ.એસ.નિનામાએ કરેલા ફરજ મોકૂફીના હુકમમાં બોટાદના ડિસ્ટ્રિક્ટ કોચ ઈમરાનખાન દિલાવરખાન પઠાણ સામે ગંભીર ગેરશિસ્તની ફરિયાદ મળ્યાનો ઉલ્લેખ કરાયો છે. અલબત્ત આ ફરિયાદના મુદ્દા અંગે કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. કહેવાય છે કે, બોટાદના ડિસ્ટ્રિક્ટ કોચ હોવા છતાંય વર્ષોથી હેન્ડબોલના કોચ ઈમરાનખાન પઠાણને ગાંધીનગર સ્થિત હેડ ઓફિસ કે અન્ય જિલ્લાના ચાર્જ સોંપાઈ રહ્યા હતા. આ કોચ સામે જાહેરમાં વર્ણન ન કરી શકાય તેવી ફરિયાદ થયાનું જઅૠમાંથી જાણવા મળ્યુ છે.
રાતોરાત કાર્યવાહી પાછળના મુખ્ય પાંચ કારણો
અન્ય જિલ્લામાં નિમણૂંક છતાંય ગાંધીનગરમાં SAG હેડ ઓફિસમાં આઠ-નવ વર્ષથી સોંપાતું કામ રમત ગમતના સાધનો, કેટરિંગ, મેનપાવર માટે એજન્સી કે કોન્ટ્રાક્ટર પસંદગી ચાલતો ભ્રષ્ટ્રચાર આઉટસોર્શિંગની તમામ સેવાઓમાં પોતાના જ માણસોની ગોઠવીને કમિશન લેવાનું કૌભાંડ સ્પોટર્સ હોસ્ટલમાં કેફી પીણા, દારૂની પાર્ટીઓની ફરિયાદો તેમજ વારંવાર થતા છેડતીના આક્ષેપો જિલ્લા સ્પોર્ટ્સ સંકૂલને અપતી ગ્રાન્ટમાં કટકી, કાર્યક્રમોના આયોજનોના ઊંચા ખર્ચા.
સ્પોટ્સની ટ્રેનિંગને બદલે કરોડોના ટેન્ડરમાં ખેલતા
સ્વિમિંગ, વોલીબોલ જેવી ઈનડોર અને આઉટડોર જેવી રમતો માટે ગુજરાતની આવતીકાલને તૈયાર કરવાને બદલે ડિસ્ટ્રિક્ટ કોચ કોમ્પેલક્ષના ટેન્ડર અને તેના સંચાલન માટે એજન્સીઓની પસંદગીની રમતમાં જ રચ્યાપચ્યા રહેતા હતા ! ખરેખર જેણે કોચિંગ આપવાનું છે તેવા કોચને હેડ ઓફિસ SAG ટેન્ડર શાખા, ઙઈંઞ (બાંધકામ)ના ઘજઉ અને ગ્રાન્ટ મંજરી અને રિલિઝ કરવા જેવા વહીવટી કામો માટે ખેલમહાકુંભ, ઈન સ્કૂલ જેવા કામો વર્ષોથી સોંપવામાં આવ્યા હતા. જેની સામે ઉચ્ચસ્તરીય કમિટી રચીને તપાસ સોંપાશે.