51 કારોના કાફલા સાથે પહોંચેલી યાત્રામાં યુવા ભાજપ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડિયાનું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના રાજુલા શહેર ખાતે અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રાના દસમા દિવસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજુલાના શહીદ ચોક ખાતે 51 કારોના કાફલા સાથે યાત્રા પહોંચી હતી, જ્યાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વેપારીઓ તથા શહેરીજનો દ્વારા ઊષ્માભેર આવકાર અપાયો હતો. આ પ્રસંગે યુવા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડિયાને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ રથ મારફતે લોકો સુધી યાત્રાનો હેતુ અને સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારબાદ સિંદૂર સ્વાભિમાન વૃક્ષ અને સિંદૂર ધ્વજ રાજુલા ભાજપ પરિવારને અર્પણ કરાયા હતા.
- Advertisement -
શહીદ રથ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતાની આરતી તથા બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું.હાર્દિકસિંહ ડોડિયાએ જણાવ્યું કે સિંદૂર સ્વાભિમાન યાત્રા 16 ઓગસ્ટે નડાબેટથી પ્રારંભ થઈ હતી અને જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે શહીદ થયેલા 26 સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે રાષ્ટ્ર સુરક્ષા તથા શહીદોના સન્માનનો સંદેશ આપવા માટે યોજાઈ છે. યાત્રાનો સમાપન ઐતિહાસિક દાંડી ખાતે થશે.રાજુલા પોલીસ દ્વારા યાત્રા દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



