અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી નયનની હત્યા વિરુદ્ધ મૌન રેલી, કડક સજા અને શાળાની માન્યતા રદ કરવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
થોડા દિવસો પહેલા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યા સહપાઠી દ્વારા કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ભારે પ્રત્યાઘાત પડ્યો છે. ઘટનાને લઈને સિંધી સમાજ સહિત વિવિધ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
અમરેલીમાં સિંધી સમાજ અને હિન્દુ સંગઠનોના સભ્યો દ્વારા મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અવસરે સમાજના પ્રતિનિધિ માલાબેન બદલાણીએ જણાવ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે, જેના લીધે દોષિતોને કડક સજા કરવામાં આવે તથા સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે.સાથે સાથે મૃતક નયનના પરિવારને ન્યાય અપાવવાની માંગણી પણ સમાજ દ્વારા કરવામાં આવી છે.



