ચાંદીના ભાવ શુક્રવારે (5 ડિસેમ્બર) ઑલ ટાઇમ હાઈ પર પહોંચી ગયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીનો ભાવ 2400 રૂપિયાથી તૂટીને 1,79,025 રૂપિયા થઈ ગયો છે. આ પહેલાં ચાંદીની કિંમત 1,76,625 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
વળી, 10 ગ્રામ સોનું 733 રૂપિયા મોંઘુ થઈને 1,28,578 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ પહેલા સોનું 1,27,845 રૂપિયા હતું. 17 ઓક્ટોબરે સોનાએ 1,30,874 રૂપિયા ઑલ ટાઇમ હાઈ બનાવ્યું હતું.
- Advertisement -
અલગ-અલગ શહેરોમાં કેમ હોય છે અલગ-અલગ ભાવ?
IBJA ની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું. તેથી અલગ-અલગ શહેરોના ભાવ અલગ-અલગ હોય છે. પંજાબ નેશનલ બેન્ક સહિત અનેક બેન્ક ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરે છે.
આ વર્ષે સોનું રૂ. 52,416 અને ચાંદી રૂ. 90,003 મોંઘી થઈ
- Advertisement -
વર્ષ 2024ની શરૂઆતથી અત્યાર સુધી સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે:
- સોનું: 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 76,162 હતો, જે હવે વધીને રૂ. 1,28,578 થયો છે. એટલે કે, આ વર્ષે સોનાની કિંમતમાં રૂ. 52,416નો વધારો થયો છે.
- ચાંદી: 31 ડિસેમ્બર 2024ના રોજ 1 કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે હવે રૂ. 1,79,025 પ્રતિ કિલો થઈ છે. એટલે કે, આ વર્ષે ચાંદીના ભાવમાં રૂ. 90,003નો વધારો થયો છે.
સોનાની તેજીના 3 મુખ્ય કારણો
બજાર નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં આવી રહેલી તેજી પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જવાબદાર છે:
- કેન્દ્રીય બેન્કોની ખરીદી: દુનિયાભરની મોટી બેન્ક ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સતત પોતાના ભંડારમાં સોનાનો હિસ્સો વધારી રહી છે. જેના કારણે બજારમાં સોનાની માંગ સતત બની રહે છે અને કિંમત ઉપર જાય છે.
- ક્રિપ્ટોથી સોના તરફ વળ્યું રોકાણ: ક્રિપ્ટોકરન્સીમાં થતા મોટા ઉતાર-ચઢાવ અને કડક નિયમોના ડરને કારણે રોકાણકારો સોનામાં નાણાં રોકી રહ્યા છે. સાથે જ, ભારતમાં શેરબજારમાંથી ઓછું રિટર્ન મળતા અને લગ્નની સિઝન શરૂ થવાથી સોનાની માંગ પણ વધી છે.
- લોન્ગ ટર્મ એસેટ: સોનું એક એવી એસેટ છે જે ક્યારેય સંપૂર્ણપણે નકામી થતી નથી. તે મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયમાં પોતાની કિંમત જાળવી રાખે છે, તેથી લાંબા ગાળા માટે તે ફાયદાકારક માનવામાં આવે છે.




