ગાયકો, એંકર અને વાદ્યવૃંદે રાસ રસિયાઓને છેક સુધી જકડી રાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ આયોજિત નવરાત્રિ રાસોત્સવના મેગા ફાયનલમાં વિજેતા ખેલૈયાઓ પર સોના ચાંદીનો વરસાદ થયો હતો. નોરતાના છેલ્લા દિવસે નિત્ય કરતા ખેલૈયાઓ વ્હેલા પહોંચી ગયા હતા.
- Advertisement -
છેલ્લા દિવસે નવેય રાત્રિ દરમ્યાન સિનિયર, જુનિયર કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ બનેલા વિજેતાઓ વચ્ચે ભારે રસાકસીવાળા એક પછી એક રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. જેમાં ફાયનલ પ્રિન્સ પ્રિન્સેસ બનવા માટે ખેલૈયાઓએ ભારે પરસેવો પાડયો હતો અને શ્રેષ્ઠ ખેલૈયાઓની ચાંદી ચાંદી થઈ ગઈ હતી.
છેલ્લા નોરતે પરેશ રાદડિયા (વોર્ડ નં 12 મંત્રી), મિતુલ રૈયાણી (સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ), શૈલેષ સગપરિયા (પૂર્વ સ્પિપા ડાયરેક્ટર), અનિલ ઠુંમર, મહેશભાઈ (સૂરજ બેગ), મયુર પરસાણા (નાયરા પંપ), કિશનભાઇ (શ્રીજી ફાયર સેફ્ટી), દશરથસિંહ જાડેજા (ઉપપ્રમુખ કિશાન મોરચો શહેર ભાજપ), બંટી અગ્રાવત (સોશ્યલ મીડિયા), જયેશ તાળા (રેવન્યુ તલાટી), રમેશ કાછડીયા (અગ્રણી ઉધોગપતિ), ભરત હજારે (નાથાણી બ્લડ બેન્ક), રાજુ ચોટાઈ (કો. સ્પોન્સર રસિકભાઈ ચેવડાવાળા), ડો. જે. ડી. પટેલ, હંસરાજ ગજેરા (પૂર્વ ચેરમેન બિન અનામત આયોગ),નાથાભાઈ આણદાણી (અગ્રણી ઉધોગપતિ), ગણેશભાઈ ઠુમ્મર, જીગર સાટોડિયા (ગોંડલ સિટી યુથ પ્રેસિડેન્ટ ભાજપ), ચિરાગ રૂપારેલ, સુરેશ રાઘવાણી (નગર પ્રા.શિક્ષણ સમિતિ), દીપક રાઘવાણી સહિતના આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી રાસોત્સવના ફાયનલ રાઉન્ડની જમાવટ મન ભરીને માણી હતી.
સિનિયર પ્રિન્સમાં કરણ સોજીત્રા, કરણ રામાણી, આયુષ ફળદુ, વિવેક ગજેરા, હર્ષ લુણાગરિયા, સાગર ગોંડલીયા, રાજ ખૂંટ, રાજ શિંગાળા, અભી રાણપરીયા, તેમજ વેલડ્રેસમાં રીનવ પાનસુરીયા, પ્રયાગ આંબલીયા, જ્યારે સિનિયર પ્રિન્સેસમાં હેતવી આંબલીયા, પરી રાખોલીયા, વૃષ્ટિ સગપરિયા, અર્પિતા પાનસુરીયા, સંજના સંખાવરા શૃપલ કપુરીયા અમી બારોટ, ભૂમિ સંખાવરા, હિતાંશી મેઘાણી, સંગીતા સેજલીયા, વેલ ડ્રેસમાં લીપી વેકરીયા, ડિમ્પલ સિદપરા વિજેતા જાહેર થયા હતા. જ્યારે જુનિયર પ્રિન્સ પ્રિન્સેસમાં શુભમ લુણાગરિયા, મહેક ફળદુ, ખુશ સખીયા, ધ્યેય હાપલીયા, નમન મેઘાણી, પ્રીત પોકિયા, પરમ વેકરીયા, હેત તળપદા, ધ્યેય વોરા, માનવ સેજલીયા અને વેલડ્રેસમાં કેનલ પાંભર, દક્ષ ડોબરીયા, પ્રિન્સેસ વૈદેહી વોરા, સરગમ સોજીત્રા, શ્રેયા ઘેલાણી, સ્તુતિ બારોટ, વૈદેહી સાવલિયા, ક્રીશા મેઘાણી, વેદાંશી ધાડીયા, આસ્થા પટેલ, હીયા ભંડેરીયા, ગોપી સોરઠીયા અને વેલ ડ્રેસમાં ન્યારા ગોહિલ, ટીશા ભંડેરી વિજેતા જાહેર થયા હતા. આ તમામને 10થી લઈને 50 ગ્રામ સુધીની ચાંદીની ગીની પુરસ્કાર રૂપે અપાઈ હતી. તમામ ખેલૈયાઓ એ સમગ્ર આયોજનના ભરપૂર વખાણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.