સોનું- ચાંદી ફરી ક્રેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ વાયદા બજારમાં ચાંદી લગભગ 23 હજાર રૂપિયા (9%) ઘટી ગઈ. 1 કિલો ચાંદીનો ભાવ 2.41 લાખ રૂપિયા પર આવી ગયો. સોનામાં પણ લગભગ 7 હજાર રૂપિયા (6%) નો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનું 1.40 લાખ રૂપિયા પર આવી ગયું છે.
આ પહેલા 30 જાન્યુઆરીએ ઝવેરી બજારમાં ચાંદી 40,638 રૂપિયા અને સોનું 9,545 રૂપિયા સસ્તું થયું હતું. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈંઇઉંઅ) અનુસાર, એક કિલો ચાંદી 3,39,350 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,795 રૂપિયા પર આવી ગયો છે.
વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (ખઈડ) પર સોનાના ભાવમાં બે દિવસમાં 30 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. 29 જાન્યુઆરીના રોજ તે 1.69 લાખ રૂપિયા પર પહોંચી ગયું હતું, જે આજે 1.40 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે.
ચાંદીની કિંમતમાં 1.60 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. 29 જાન્યુઆરીના રોજ તે 4.01 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી, જે આજે 2.40 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
સોના-ચાંદીમાં ઘટાડાના મુખ્ય બે કારણોમાં સોના-ચાંદીની કિંમત તાજેતરના દિવસોમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, જેના પછી રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બૂક કર્યો હોવાનું અને ઓલ ટાઈમ હાઈ પછી ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી, સાથે જ ઔદ્યોગિક ઉપયોગને લઈને ચિંતાઓ પણ વધી હોવાનું છે.



