બહુમાળી ચોકથી કલેકટર ઓફીસ સુધી વિશાળ સંખ્યામાં મૌન રેલી યોજાઈ
બાંગ્લાદેશના હિન્દુઓની વ્યથાને વાચા આપતાં પ્લેકાર્ડ દર્શાવી રોષ વ્યકત કરતાં હિન્દુ નાગરિકો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
આજે રાજકોટમાં બાંગ્લાદેશમાં લઘુમતી એવા હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વિરોધમાં સરદાર પટેલના પૂતળાથી કલેકટર ઓફીસ સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. હિન્દુ અસ્મિતા મંચના દ્વારા કલેકટર મારફત પ્રધાનમંત્રીને આવેદન પત્ર પાઠવી બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો બાબત તાત્કાલિક પગલાં લેવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. આજે સાંજે 4 કલાકે શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને વાચા આપવા વિવિધ પ્લેકાર્ડ દર્શાવી મૌન રેલી યોજાઈ હતી.
રેલીને સંબોધતા રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારો તાત્કાલિક અટકાવી તેમને રક્ષણ પૂરું પાડવા માંગણી કરી હતી. તેમણે હિન્દુ સમાજને સંગઠિત અને સશક્ત બનીને દરેક આક્રમણનો પ્રતિકાર કરવા આહવાન કર્યું હતું.
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, સંઘના અગ્રણી નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુગલપરા, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપના મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, માધવભાઈ દવે, વલ્લભભાઈ દુધાત્રા, વિશ્ર્વ હિન્દુ પરિષદ શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, સહકારી સહકાર ભારતીના રાજકોટના અધ્યક્ષ ડો. એ. ડી. શીલુ તથા વિક્રમસિંહ પરમાર, વી. પી. વૈષ્ણવ, મુરલીભાઈ દવે, ચમનભાઈ સિંધવ, કિરણબેન માંકડીયા, પુજાબેન પટેલ, ગીરીશભાઈ ભટ્ટ, કીરીટભાઈ પાઠક, મંગેશભાઈ દેસાઈ, જીવણભાઈ પટેલ, જીમીભાઈ દક્ષિણી, રમેશભાઈ શિંગાળા, તેજસભાઈ હાથી, ડેનીશભાઈ આદેશરા, પ્રકાશભાઈ બુચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.