ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ કઠોર પરિશ્રમનું કોઈ વિકલ્પ હોતું નથી આ વાતને સાબિત કરી છે વેરાવળ તાલુકાના મંડોર ગામના સીદી બિલાલી જમાતના નદીમ ચોંટીયારાએ 2017નાં વર્ષથી શહેરના મધ્યમાં આવેલ મુસ્તફા મસ્જિદનાં શિક્ષણવિદ અફઝલ સર દ્વારા સરકારી પરીક્ષાના વર્ગો નિ:શુલ્ક ચલાવવામાં આવતા ઘણા યુવાનો પોલીસ અને આર્મી ઓફિસર બનવાની તૈયારી માટે આવતા હતા.
જયારે આસામ રાયફલ માં પસંગી પામેલ નદીમ ચોટીયારાનાં પિતા કાળુભાઇ એ મધ્યમ વર્ગ ના લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેઓ સામાન્ય મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે પણ બાળકોને ઉમદા શિક્ષણ આપી એક દીકરો મેડિકલ ક્ષેત્રે એમ.બી.બી.એસ.નું અભ્યાસ કરી રહેલ છે અને બીજો દીકરો આર્મી માં જોડાયો છે.
કાળુભાઇ એ મજૂર વર્ગના લોકોને બસ એક જ સંદેશ આપે છે કે ભલે એક ટાઈમ ખાવું પડે પણ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપો.