Siddharth Shukla Net Worth: અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયુ છે. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરી હતી.
મળતી માહિતી મુજબ, અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તેમના નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈ રાત સુધી સિદ્ધાર્થ એકદમ ફિટ હતો. આવી સ્થિતિમાં સિદ્ધાર્થ શુક્લ માટે કોઈ પણ બીમારી વગર અચાનક જ આ દુનિયાને અલવિદા કહેવું એકદમ આઘાતજનક છે.
- Advertisement -
સિદ્ધાર્થ શુક્લાની સૌથી નજીકની મિત્ર શહનાઝ ગિલ અભિનેતાના મૃત્યુના સમાચાર બાદ તેનું શૂટિંગ છોડી દીધું હોવાની પણ માહિતી છે. શહનાઝ ગિલ સિદ્ધાર્થની સૌથી નજીક ની મિત્ર માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે બિગ બોસના ઈતિહાસમાં સિદ્ધાર્થ શુક્લા સૌથી જાણીતો ચહેરો હતો. શોમાં સિદ્ધાર્થે પોતાના આકર્ષણથી લાખો દિલોને દિવાના બનાવ્યા હતા.
સિદ્ધાર્થ શુક્લાએ ટીવી સિરિયલો દ્વારા ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. અભિનેતાએ ‘બાલિકા વધુ’ સિરિયલમાં શિવની ભૂમિકા ભજવીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ મશહુર અભિનેતાની નેટ વર્થ કેટલી છે.
- Advertisement -
અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની નેટ વર્થ
Caknowledge.com અનુસાર દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની નેટવર્થ ખુબ સારી હતી. 2020 સુધીમાં અભિનેતાની નેટવર્થ $ 1.5 મિલિયન છે, (11.25 કરોડ રૂપિયા) જે એક ટીવી અભિનેતા માટે ઘણી મોટી રકમ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાને મોટાભાગની કમાણી ટીવી શો અને મોટી બ્રાન્ડ્સની જાહેરાતો દ્વારા થતી હતી. મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ સામાજિક કાર્યોમાં ઉમદાભેર ભાગ લેતા અને અનેક સંસ્થામાં ઘણું દાન પણ આપતા હતા.
અભિનેતાનું ઘર અને વાહનો
સિદ્ધાર્થનું મુંબઈમાં એક ઘર છે, જ્યાં તે તેના પરિવાર સાથે રહેતો હતો. મળતી માહિતી મુજબ તેણે આ ઘર તાજેતરમાં જ ખરીદ્યું છે. ઉપરાંત અભિનેતાને ગાડીઓનો ખૂબ શોખ હતો. તેની પાસે BMW X5 તેમજ હાર્લી-ડેવિડસન ફેટ બોબ મોટર સાઈકલ છે.
બિગ બોસ 13 જીત્યા બાદ સિદ્ધાર્થ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. તાજેતરમાં જ અભિનેતાએ પોતાનું ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું. તે ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ સિરિઝમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થને આ સિરિઝ માટે ઘણી પ્રશંસા મળી હતી. બિગ બોસ જીત્યા બાદ અભિનેતાની કારકિર્દીને નવી ઉડાન મળી.