સરકાર અને વકીલોની બેદરકારી મુદ્દે હાઇકોર્ટનું અવલોકન: આ કોર્ટ છે, કોઈપણ બેદરકારી ચલાવી નહીં લેવાય: HC
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.13
રાજ્યની હાઇકોર્ટે મહત્વની ટકોર કર છે. જેમાં અમુક વખત સોગંદનામામાં ભૂલો કરવામાં આવતી હોય છે. જેને લઈ હાઈકોર્ટ દ્વારા અનેક વખત ટકોર કરી હોવા છતાં પણ સુધારો ન આવતા હોઈકોર્ટમાં ચીફ જસ્ટીસે કહ્યું કે, ચલતા હૈ, ચલને દો ની નીતિ બંધ કરવા હાઈકોર્ટને ટકોર કરી હતી.
- Advertisement -
ગુજરાત હાઇ કોર્ટે કાયદાકીય રજૂઆતમાં થતા વિલંબને લઈ કોર્ટ દ્વારા અવલોકન કર્યું હતું. જેના અંગે હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસે આ મુદ્દે જણાવ્યું હતું કે, સરકાર અને વકીલોની બેદરકારી મુદ્દે હાઈકોર્ટે અવલોકન કર્યુ હતું કે, આ કોર્ટ છે કોઈપણ બેદરકારી ચલાવી નહી લેવાય. સોગંદનામાં સમયરસ રજૂ કરો.
હાઇકોર્ટે એફિડેવિટમાં થતા વિલંબ મુદ્દે સરકાર અને વકીલોને સમયની બરબાદીને લઈ ટકોર કરી હતી. હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસે આ બાબતે કહ્યું હતું કે, હાઈકોર્ટમાં ચલતા હૈ તેવું વલણ ન દાખવી શકો. તેમજ એફીડેવિટમાં રહેલ ખામી દર્શાવતા વકીલે આ બાબતે કહ્યું હતું કે, અહીંયા એવું જ ચાલતું હોવાની વાત કરી હતી.
હાઈકોર્ટે ટકોર કર્યા બાદ ભૂલ સુધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. એફિડેવિટમાં થતા વિલંબ મુદે સરકાર અને વકીલોએ વભ ની ટકોર કરી છે. ત્યારે આ બાબતે ચીફ જસ્ટિસે નારાજગી દર્શાવી હતી. જેના પર વકીલોને સમયસર કાર્યવાહી રજુ કરો તેવી પણ ટકોર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી છે.