નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સ હવે બુધવાર, 25 જૂનના રોજ બપોરે 12.01 વાગ્યે (ભારતીય સમય) આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, એક્સિઓમ મિશન 4 ના ચોથા ખાનગી અવકાશયાત્રી મિશનના પ્રક્ષેપણ માટે લક્ષ્યાંક બનાવી રહ્યા છે.
અનેક વાર ટેકનિકલ કારણે મોકુફ રહેલી ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલાની અંતરિક્ષ યાત્રાની નવી તારીખ જાહેર થઈ છે. જે મુજબ આવતીકાલે તા.25 જૂને તેમનું અંતરિક્ષ મિશન એકિસઓમ મિશન-4’ લોન્ચ થશે. આ જાણકારી નાસાએ આપી છે.
- Advertisement -
આ મિશન અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સ્પેસ ક્રાફટ અને પ્રાઈવેટ કંપની એકિસઓમ મિશન-4 નામના મિશનથી ભારતની સાથે સાથે હંગેરી અને પોલેન્ડની પણ અંતરિક્ષમાં વાપસી થઈ રહી છે. આ અંતરિક્ષ મિશન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) રવાના થશે. આ મિશનમાં ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ પાયલોટની ભૂમિકા ભજવશે. આ મિશનમાં કમાન્ડર પેગી વ્હીટસન છે જે અનુભવી અમેરિકી અંતરિક્ષ યાત્રી છે.
જયારે હંગેરીના ટિબોર કાળુ અને પોલેન્ડમાં સ્લાવોશ ઉજનાસ્કી- વિસ્નિએવસ્કી મિશન સ્પેશિયાલિસ્ટ હશે. ભારતીય સમય અનુસાર આવતીકાલે બુધવારે સવારે 12.01 વાગ્યે ફલોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી મિશનનું લોન્ચીંગ થશે.