આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાની જન્મભૂમિ
સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ ભાવિકોને કથાનું રસપાન કરાવશે
- Advertisement -
સાત દિવસ દરમ્યાન પોથીયાત્રા,ગોપી સત્સંગ,હનુમાન ચાલીસા,ભવ્ય લોક ડાયરો,કાન ગોપી સહિત નાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
કથા શ્રવણ કરવા આવતા તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેનો ફરજીયાત લાભ લેવા આયોજકોનો અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.12
સનાતન સંસ્કૃતિથી ઘનિભૂત અને ધર્મભક્તિ પરંપરાથી જીવંત અને આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂ.ડો.મહાદેવપ્રસાદ મહેતાની જન્મભૂમિ તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગામે સમસ્ત ગામ તથા ગોપી મંડળ આયોજીત સાત દિવસનો શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ ઉજવાશે.ઉમરેઠી ડેમની સામે રામ શ્ર્યામ શિવ મંદિર ખાતે ઉમરેઠી ગામના જન કલ્યાણ અર્થે યોજાઇ રહેલ શ્રીમદ ભાગવત કથાનો તા.13 મીને રવિવાર થી શુભારંભ થશે જેની તા.19 મીને શનિવારે પૂણાર્હુતિ થશે.
તા.13 મીને રવિવારે સવારે પોથીયાત્રા સાથે મંગળ પ્રારંભ થનાર કથા સવારે 9:00 થી 12:30 સુધી ચાલશે.પાવનકારી કથાની વ્યાસપીઠ ઉપર ઉમરેઠી ગીર ગામના વતની અને આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂ.ડો.મહાદેવપ્રસાદ મહેતા બિરાજી ભાવિકોને પોતાની અમૃતવાણીથી કથાનું રસપાન કરાવશે.ઉમરેઠી વિસ્તારનો ગૌરવવંતો સાત દિવસનાં ધાર્મિક મહોત્સવ દરમ્યાન ગોપી સત્સંગ,હનુમાન ચાલીસ,કાન ગોપી,ભવ્ય લોક ડાયરો,ગોવર્ધન પૂજન વિગેરે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.કથા શ્રવણ કરવા આવતા તમામ પરિવારો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે જેનો ફરજિયાત લાભ લેવા આયોજકોએ તમાંમ ભાવિકોને આગ્રહભરી વિનંતી કરી છે.ઉમરેઠી ગીર સમસ્ત ગામનો પાવનકારી ધાર્મિક મહોત્સવનો વધુમાં વધુ ભાવિકોને ધર્મલાભ પ્રાપ્ત થાય,પ્રસંગ સફળતાપૂર્વક દિપી ઉઠે માટે ગોપી મંડળ તથા ગામના યુવાનો આગોતરા આયોજન સાથે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.