10 દિવસ સુધી ભાવિકો ગણેશજીની ભક્તિમાં લીન થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજથી રાજકોટ સહિત દેશભરમાં ધૂમધામપૂર્વક દૂંદાળા દેવનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ભગવાન શ્રીગણેશને આવકારવા માટે ભાવિકો અધીરા બન્યા છે. રાજકોટમાં ત્રીકોણબાગ કા રાજા, સર્વેશ્વર ચોક કા રાજા, જે. કે. ચોક કા રાજા, સ્પીડવેલ ક રાજા, કસ્તૂરી અંબિકા ટાઉનશીપ કા રાજા સહિત 261થી વધુ જગ્યાએ ગણપતિ બાપાનું મંગલ સ્થાપન કરવામાં આવ્યુ છે. સવાર-સાંજ આરતી, પૂજા, પ્રાર્થના સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મંગલમૂર્તિને દરરોજ વિવિધ નયનરમ્ય શણગાર અને સ્પર્ધા, દાંડિયા રાસ, મનોરંજક પ્રોગામ યોજાશે. આજે બાળાઓ દ્વારા સામૈયું, ઢોલ નગારાનાં નાદ સાથે વાજતે ગાજતે ગણપતિજીનું સ્થાપન કરાયું છે.
રાજકોટમાં નિયત કરાયેલી જગ્યાઓ પર જ ગણેશ વિસર્જન કરવાનું રહેશે
ડેમ, તળાવ, નદીમાં મૂર્તિ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ: મુર્તિને સુશોભિત કરેલ હાર, ફૂલ, વસ્ત્રો તેમજ અન્ય તમામ વસ્તુઓ કાઢી લેવાની રહેશે
- Advertisement -
ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ-2025 નિમિત્તે રાજકોટ શહેરમાં જુદા જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા ધાર્મિક સંગઠનો તરફથી વિવિધ લતાઓમાં તેમજ મહોલ્લાઓમાં અને લોકો પોતાના ઘરમાં, દુકાનોમાં અને સંસ્થાઓમાં પણ ભગવાન ગણેશજીની મુર્તીઓની સ્થાપના તા.27/08/2025 થી કરશે. આ સ્થાપના કરેલ ગણપતિજીની મુર્તીઓને અમુક ભાવિકો ત્રીજા દિવસે, પાંચમા દીવસે, સાતમા દિવસે, નવમાં દિવસે, તેમજ ખાસ કરીને અગીયારમાં દિવસે એટલે કે, તા.06/09/2025 ના રોજ પુજન, અર્ચન બાદ પાણીમાં પધરાવી વિસર્જન કરે છે અને ગણેશજીની મુર્તિ વિસર્જન કરવા જતી વખતે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ધાર્મીક સરઘસો કાઢવામાં આવે છે. આર.એમ.સી દ્વારા નક્કી કરેલ સ્થળો સિવાય પીવાના પાણી અન્ય વપરાશ માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે અન્ય કોઇ સ્થળોએ ગણેશજીની મુર્તિ કે અન્ય કોઇ મૂર્તિ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, મુર્તિને સુશોભિત કરેલ હાર, ફુલ, વસ્ત્રો તેમજ અન્ય તમામ વસ્તુઓને કાઢી લીધા બાદ જ મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે, મુર્તિ વિસર્જનવાળી જગ્યા તળાવો, ખાણ તથા નદીમાં સિન્થેટીક લાઇનર (પાથરવાનું કપડું) ગોઠવવાનું રહેશે. યાત્રા દરમ્યાન જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા-જતા માણસો ઉપર કે મકાનો/મિલ્કત ઉપર કે ત્યાં હાજર રહેલા માણસો ઉપર કોઇ પણ પ્રકારના રંગો કે પાઉડરને છૂટા પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રિત કરી ઉડાડવા/છાંટવા કે ફેંકવા ઉપર પ્રતિબંધ રહેશે.
આ સ્થળોએ જ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકાશે
1. આજી ડેમ ઓવર ફલો
નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 1
2. આજી ડેમ ઓવર ફલો
નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 2
3. આજી ડેમ ઓવર ફલો ચેક ડેમ, પાળ ગામ
4. જખરાપીરની દરગાહ પાસે,
મવડી ગામથી આગળ
5. ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ
6. વાગુદડ પાટીયા પછીના પુલ નીચે
પ્લેનમાં બિરાજમાન ગણપતિ બાપ્પા બન્યા આકર્ષણનું કેન્દ્ર
રંગીલા રાજકોટવાસીઓના પ્રિય દૂંદાળા દેવનો તહેવારનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગણપતિ બાપ્પાની સ્થાપનાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે સતત પાંચમાં વર્ષે ટુર્સનો બિઝનેસ ધરાવતા ટ્રાવેલ ટ્રેન્ડસના દીપ બાવીસી અને વિશાલ ભાઈ રાયચુરા દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આજથી તા.31 સુધી ઇન્દિરા સર્કલ પાસે આવેલા બિઝનેસ કોર્નર માં ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. આજ રોજ ગાજતે વાજતે ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં કરવામાં આવશે તેમજ તા.31ના રોજ પોતાના ઘરે જ વિધિ વિધાન સાથે વિર્સજન કરવામાં આવશે. પર્યાવરણ ને અનુરૂપ ઇકોફ્રેન્લી માટીના ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા આવી છે. ત્યારે પ્લેનમાં બિરાજમાન ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.