સીઝનની પ્રથમ ગીરની કેસર કેરીનું આગમન થતા કેરી રસીકોમાં ખુશી
10 કિલો કેરીના બોક્સના 1200થી 1800નો ભાવ બોલાયો
આ વર્ષની સીઝનમાં કેરીને વાતવરણના લીધે ઉત્પાદન પર અસર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
ગીર વિસ્તારની વિશ્વ વિખ્યાત કેસર કેરી જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહીત સોરઠ પંથક ખુબ મોટી સંખ્યમાં ઉત્પાદન થાય છે અને વિદેશમાં પણ ખુબ મોટા પ્રમાણમાં ઍસ્કપોર્ટ કરવામાં આવે છે. જયારે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન ઓછું થશે તેમ ખેડૂતો માની રહ્યા છે તેનું કારણ છે કે, ડિસેમ્બર મહિનાથી જાન્યુઆરી સુધીમાં જે રીતે આંબા પર ફ્લાવરિંગ થયું હતું ત્યારે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન થશે તેવું જોવા મળી રહ્યું હતું પણ ત્યાર બાદ વાતવરણમાં ભેજ સાથે ઠંડક અને પવનની ગતિના કારણે ઘણાખરા ફ્લાવરિંગ બળી જતા કેસર કેરીના પાક પર સીધી અસર પડી હતી જોકે ત્યાર બાદ પણ ફ્લાવરિંગ થયું હતું પણ જે પેહલા થયું તેવું જોવા મળ્યું ન હતું એટલે આ વર્ષે કેસર કેરી બજારમાં આવશે પણ ઉત્પાદન ઓછું રહશે તેવી ખેડૂતોની ધારણા છે અને શરૂઆતમાં ભાવ પણ ખુબ ઊંચા જોવા મળશે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને તાલાળા યાર્ડ આ બે યાર્ડ કેસર કેરીના હબ મનાઈ છે.અને પ્રતિ વર્ષ લાખોની સંખ્યમાં કેસર કેરીના બોક્સની અવાક જોવા મળે છે. જોકે આ વર્ષે કેસર કેરીની સીઝનની પ્રથમ અવાક જોવા મળી છે.એ પણ 10 કિલોના 40 બોક્સની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી.જે કેસર કેરીની આવક થઇ છે તે પ્રથમ જાન્યુઆરીમાં જે આંબા પર ફ્લાવરિંગ થયું હતું તે કેરી વેહલી આવી છે જોકે યાર્ડમાં કેસર કેરીનો વ્યવસાય કરતા વેપારીના મતે હજુ રેગ્યુલર અવાક શરુ થતા એક સપ્તાહ સમય લાગશે અને ત્યાર બાદ બોક્સની વધુ અવાક જોવા મળશે.
જૂનાગઢ યાર્ડમાં આજથી ગીરની કેસર કેરીની આવકના શ્રી ગણેશ થયા હતા. આજે સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 40 બોક્સ આવ્યા હતા અને દસ કિલોના બોકક્સના 1200 થી 1800 રૂપિયા લેખે વેંચાણ થયું હતું. ઉનાળાનો પ્રારંભ થતાં જ લોકો કેરીની આતુરતાથી રાહ જુએ છે. શહેરમાં લાલબાગ અને હાફૂસ કેરી મળે છે પરંતુ ગીરની કેસર કેરીની રાહ જોવાતી હતી. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વખતે આંબામાં મઘીયો રોગે દેખા દેતા સામાન્ય કરતા કેરી થોડી મોડી આવે એવી શક્યતા સેવાઈ રહી હતી પરંતુ અમુક આગોતરા આંબાઓ પર કેરી આવવા લાગી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમા સૌપ્રથમ કેસર કેરીની આવક થઈ છે. ગીર પંથકમાંથી કેસર કેરીના 40 બોક્સ આવ્યા હતા અને દસ કિલોના બોક્સનું રૂપિયા 1200થી 1800 રૂપીયા લેખે વેચાણ થયુ હતું. માર્કેટિંગ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીનું સમયસર જ આગમન થયું છે. જોકે, નિયમીત કેસર કેરીની આવક થતા હજુ એક બે સપ્તાહ થાય તેવી શક્યતા છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આગમન થતા કેરીના સ્વાદ શોખીનોને શરૂઆતમાં ઊંચા ભાવે સ્વાદ ચાખવા મળશે તેમજ જે આંબાના વૃક્ષ પર જે 50 ટકાથી વધુ પાકેલ કેસર કેરી ખાવા માટે મેં મહિના સુધી રાહ જોવી પડશે.