આરાધના ગ્રુપ – ઝાફર્સ ટી દ્વારા ગોંડલમાં પ્રથમ આઉટલેટની સફળતા બાદ સેકેન્ડ આઉટલેટનો શુભારંભ
રાજ્યભરમાં પ્રખ્યાત બની ચૂકેલા ઝાફર’સ ટીના 20મા આઉટલેટનો ગુરૂવારે ગોંડલમાં પ્રારંભ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી લઈ હવે રાજ્યભરમાં પ્રખ્યાત થઈ ચૂકેલી ઝાફર’સ ટીની ચૂસકી ગોંડલમાં પણ ચાના શોખીનો માણી શકે છે. ગોંડલના આંગણે આરાધના ગ્રુપ દ્વારા ગ્રાહકો માટે ઝાફર’સ ટીની સ્વાદનું નવું સરનામું ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. આરાધના ગ્રુપના 20માં આઉટલેટ તરીકે ઝાફર’સ ટી-શ્રી ફૂડ કોર્નરનો ભવ્ય શુભારંભ સમારોહ આગામી ગુરૂવારે તા. 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકે શોપ નં. બી-16, પેરેડાઈઝ કોમ્પ્લેક્સ, ઓસ્ટોન સિનેમા પાસે યોજાશે. સાહિલ બીજાણી અને રુદ્ર તોલિયા દ્વારા સંચાલિત આ નવા આઉટલેટનો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા દ્વારા શુભારંભ કરવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે આરાધના ગ્રુપ દ્વારા શહેરના તમામ ખાણી-પીણીના શોખીનોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અહીં રાજકોટની પ્રખ્યાત ઝાફરની ચા સાથે અલગઅલગ પ્રકારના ઠંડાગરમ પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ માણી શકાશે.



