ઊંચા વ્યાજની લોભામણી સ્કીમ હેઠળ લોકો સાથે છેતરપિંડી કરી
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડાની શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી દ્વારા ઊંચા વ્યાજની લાલચ આપીને અનેક લોકો પાસેથી રૂપિયા મેળવ્યા હતા અને બાદમાં કૌભાંડ કર્યું હતું અને રોકાણકારોને વ્યાજ તો ઠીક પણ મુદ્દલ રૂપિયા પરત નહિ આપતા આ છેતરપિંડી મામલે કોંગ્રેસ આગેવાન અને રોકાણકારોએ જૂનાગઢ કલેકટર મારફત મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું.
મેંદરડામાં આવેલ શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી દ્વારા ઊંચા વ્યાજની લોભામણી સ્કીમ હેઠળ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવતા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટીએ જિલ્લામાં અનેક શાખા ખોલી હતી અને ત્યારબાદ શાખાઓ બંધ થઇ જતા અનેક લોકોના લાખો રૂપિયા ફસાતા શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી સામેના સંચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે અને રાજ્ય સરકાર દ્વારા કૌભાંડની તપાસ કરવામાં આવે અને સમિતિની રચના કરવાની સાથે ફસાયેલા લોકોના નાણા પરત આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું.