“ખાસ-ખબર” કાર્યાલયની મુલાકાતે ઓમભાઈ છાયા, ભરતસિંહ જાડેજા, મંથનભાઇ માંકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 365 દિવસ વૃદ્ધો માટે ટિફિન સેવા, શ્ર્વાનને રોટલી અને દૂધ આપવું, શ્ર્વાન અને ગાય માટે પાણીની સિમેન્ટની કુંડી સહિત કીડીઓ માટે કીડીયારુ પુરવાનું સેવાકાર્ય ચાલી રહ્યું છે.
રાજકોટમાં સેવાકાર્ય કરતી શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે. શહેરના નિશ્ર્ચિત કરેલા વિસ્તારમાં રહેતા નિરાધાર અને નિ:સહાય વડીલો તેમજ કેન્સર અને કીડની વગેરે રોગોથી પીડિતો માટે 365 દિવસ ટિફિન આપવામાં આવી રહ્યું છે તેમજ જરૂરિયાતમંદ વડીલોને મેડિકલ સહાય, દવા પણ આપવામાં આવે છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટની રીક્ષા પણ ચાલી રહી છે જેમાં દરરોજ અંદાજિત 1200 રોટલી, 50 લીટર દૂધ શ્ર્વાનને પીવડાવવામાં આવે છે. આ સાથે જ અબોલ જીવો માટે 60 કિલોમીટરના વિસ્તારમાં દરરોજ 175 પાણીની કુંડી સાફ કરી ભરવામાં આવે છે.
- Advertisement -
વધુમાં વર્ષ 2023 અને 2024ના ચૈત્ર નવરાત્રિના 65થી 70 મિત્રોના ગ્રુપ દ્વારા 1100 નારિયેળ કીડીયારુ ભરી મૂકવામાં આવ્યા હતા. દર વર્ષે અંદાજિત 1100 આસપાસ કુંડા લગાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત બર્ડફીડર અને માળા પણ લગાડવામાં આવ્યા છે તેમજ પક્ષીઓને ચણ આપવાની સેવા આપવામાં આવી રહી છે. આમ શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિમાં કરવામાં આવી રહી છે. આ સેવાકાર્યમાં સહભાગી થવા ઈચ્છતા દાતાઓને પણ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં ગૌશાળા પણ બનાવવાનું આયોજન શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે.
સેવાકાર્યમાં અનુદાન આપવા ઈચ્છતા દાતાઓને અપીલ
આ સેવામાં સહભાગી બની પુણ્યનું ભાથું બાંધવા ઈચ્છતા દાતાઓને ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ વડીલોને ભોજન કરાવવા ઈચ્છતા તેમજ શ્ર્વાનને દૂધ, રોટલી આપવા ઈચ્છતા દાતાઓ વિમલનગર ચોક ખાતે બ્રિન્દા મિલ્ક પાર્લરની ઉપર સંસ્થાની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ઓમભાઈ છાયાનો મો. 9979119123, ભાવિનભાઈ રાવલ 9574138331 અને ભરતસિંહ જાડેજાના મો.નં. 9327799999 પર સંપર્ક કરી શકાશે.