આવતીકાલે તા.૫/૯ના રવીવારે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, રામેશ્વર ખાતે શ્રાવણ માસ હરિયાગ પૂર્ણાહુતી નિમિતે કથા શ્રાવણ માસ કથા વિશેષનું આયોજનઃ ભાવિકોને કથાશ્રવણ કરવા જાહેર આમંત્રણ: પૂ. સ્વામી દર્શનપ્રિયદાસજી
સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ શ્રાવણ માસ હરિયાગ પૂર્ણાહુતી : સાંજે ૫:૩૦ થી ૭ઃ૩૦ કિર્તન ભક્તિ – કથા પુર્ણાહુતી તેમજ સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦ દિવ્ય સુંદરકાંડ એવમ ધ્વજાજી : સાંજે ૭ઃ૩૦ કલાકે ભોજન પ્રસાદ
પૂ. કોઠારી સ્વામી દર્શનપ્રિયદાસજીની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે આવતીકાલે તા.૫/૯/૨૦૨૧ રવીવારના રોજ રાધારમણ દેવ દેશ જુનાગઢ તાબાનું સ્વામિનારાયણ મુખ્ય મંદિર, રામેશ્વર રાજકોટના આંગણે શ્રાવણ માસ હરિયાગ પૂર્ણાહુતી નિમિતિ શ્રાવણ માસ કથા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આ શ્રાવણ માસ કથા વિશેષ માં સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ દેવ ઉત્સવ મંડળ ઘ્વારા શ્રાવણ માસ હરિયાગ પૂર્ણાહુતી, સાંજે ૫:૩૦ થી ૭:૩૦ કિર્તન ભક્તિ – કથા પુર્ણાહુતી તેમજ સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦ દિવ્ય સુંદરકાંડ એવમ ધ્વજાજીનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સાંજે ૭:૩૦ ક્લાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સદવિદ્યા ચેનલ પર પણ કરવામાં આવશે. આ શ્રાવણ માસ કથા વિશેષમાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહી કથાનો આસ્વાદ માણી પ્રસાદ ગ્રહણ કરશે. આ કથાના અધ્યક્ષપદે પૂ. દેવનંદનદાસજી સ્થાન ગ્રહણ કરશે.
આ કથામાં હરિનારાયણસ્વામી (જુનાગઢ), પુ. નૌતમપ્રકાશસ્વામી, પૂ. હરિચરણ સ્વામી, રૂડા આશિર્વાદ પાઠવશે. તેમજ પૂ. હરિદાસસ્વામી (ભોજપરા), માધવસ્વરૂપસ્વામી (દ્વારકા), બાલમુકુંદસ્વામી (સરધાર), સર્ભુદાસાનંદદાસજી (જુનાગઢ), રાધારમણસ્વામી, વિવેકસાગર સ્વામી (સાકળી), કુંજવિહારીસ્વામી (જુનાગઢ), અનંદસ્વરૂપસ્વામી (વિસાવદર), ભકતવત્સલસ્વામી, મુનીવત્સલસ્વામી સહીતના સંતો વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારે કથા મહોત્સવમાં માધવપ્રિય સ્વામી(પાનેલી), ભક્તિપ્રકાશ સ્વામી (ખીરસરા), ગોપાલચરણસ્વામી (પાનોલી), શ્યામસુંદર સ્વામી (ભોજપરા) સહયોગી બનશે ત્યારે ભાવિકોને આ કથાનું રસપાન કરવા જાહેર નિમંત્રણ આપતા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને મુખ્ય સંયોજક ચેતનભાઈ રામાણી, રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ વતી મહંત પૂ. પ્રેમસ્વરૂપદાસજી (જુનાગઢ), કોઠારી પી.પી. સ્વામી (જુનાગઢ), સ્વામીનારાયણ મુખ્ય મંદીર રામેશ્વર સત્સંગ સમાજ વતિ પુ. દર્શનપ્રિયદાસજી સ્વામીજીએ આપતા જણાવેલ હતું.
- Advertisement -



